Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં આ હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- જુઓ Video

ભાવનગરમાં આ હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 1:35 PM

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળવાની છે. આ વખતે આ રથયાત્રા હાઈટેક રથયાત્રા બની રહેશે. હોય પણ કેમ નહીં આ વખતે ભગવાન જગન્નાથજીના રથને એકદમ હાઈટેક રીતે સજ્જ કરાયો છે. જાણો શું છે આ રથની વિશેષતા

ભાવનગરમાં ભગવાન જગન્નાથની 39 મી રથયાત્રા ધામધૂમ સાથે નીકળવાની છે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ભગવાન જગન્નાથ જે રથ પર નગરચર્યા માટે નીકળવાના છે. તે રથને રથયાત્રા સમિતિ દ્વારા અત્યારના ડિજિટલ સમયમાં એકદમ હાઈટેક રથ બનાવવામાં આવ્યા છે. રથ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે અને રથયાત્રાનું લાઇવ પ્રસારણ થઇ શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.જયારે એક મુખ્ય કેમેરો નાઈટ વિઝન વાળો પણ ફીટ કરાવામાં આવ્યો છે.

રથયાત્રાને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને શહેરમાં ફુટ પ્રેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે.આ સિવાય જો વાત કરવામાં આવેતો રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા તમામ સુરક્ષાને ધ્યાને લઇને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જેમાં ભાવનગર રેન્જ આઈ.જી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સુરક્ષાને લઈને તમામ પાસાઓને તપાસવામાં આવ્યા હતા.

ભાવનગર શહેર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથની 39 મી રથયાત્રામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપૂર્ણ રથયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય, પ્રજાજનો ભગવાન જગન્નાથના દર્શનનો લાભ, રથયાત્રાનો લાભ લે તે માટે સુરક્ષાને લઈને ભાવનગર પોલીસ દ્વારા રેન્જ આઈ.જી, એસપી કક્ષાના અધિકારીઓ દ્વારા સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ સહિત સઘન વાહન ચેકીંગ સહિતની સુરક્ષા ને લઈને તમામ કામગીરી શરૂ છે અને આ રથયાત્રામાં પોલીસ દળ ની જો વાત કરવામાં આવે તો 3200 પોલીસ જવાનો, 120 સીસીટીવી કેમેરા 17 કિલોમીટર રૂટ પર મુકાયા છે. 15 વિડીયોગ્રાફર, આ સિવાય
ડ્રોન કેમેરાથી પણ નજર રખાશે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ બોલાવવામાં આવેલ છે. અને આ સિવાય વોટર બ્રાઉઝરથી પણ રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">