Gujarati Video: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો નાંખનારની હવે ખેર નહીં, નદીમાં કચરો નાંખતા 25 લોકોને ફટકારાયો આકરો દંડ

Gujarati Video: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો નાંખનારની હવે ખેર નહીં, નદીમાં કચરો નાંખતા 25 લોકોને ફટકારાયો આકરો દંડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 12:05 PM

વડોદરાની વિશ્વામિત્રીના બ્રીજ પર ઉભા રહીને નદીમાં કચરો નાંખતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નદીમાં કચરો નાંખતા 25 લોકો CCTVમાં કેદ થયા છે. આ તમામ લોકોને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

vishwamitri river : વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કચરો નાંખનાર લોકોની હવે ખેર નહીં. જો કોઇ વ્યક્તિ કચરો નાંખતા પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા કચરાને લઇ ટીવી નાઈનના અહેવાલની અસર થઈ છે. નદીની દુર્દશા અંગે ટીવી નાઇને દર્શાવેલા અહેવાલ બાદ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે અને નદીમાં કચરો નાંખતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં નદીમાં કચરો નાંખતા લોકોને પકડવા માટે તંત્રએ CCTVનો ઉપયોગ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : Vadodara : ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળ્યા બાદ MS યુનિ.ના સત્તાધીશો એલર્ટ, યુનિવર્સિટીમાં ગાંજાના છોડ અંગે તપાસ હાથ ધરી, જુઓ Video

કચરો નાંખતા 25 લોકો CCTVમાં કેદ

વિશ્વામિત્રીના બ્રીજ પર ઉભા રહી કચરો નાંખતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નદીમાં કચરો નાંખતા 25 લોકો CCTVમાં કેદ થયા છે. આ તમામ લોકોને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે પ્રદૂષણના પાપીઓ નદીમાં બેફામપણે કચરો અને પ્લાસ્ટિક ઠાલવી રહ્યાં હતા. જેનો ભોગ વિશ્વામિત્રીમાં રહેતા મગરો સહિતના જળચર પ્રાણીઓ પણ બની રહ્યાં છે.

વિશ્વામિત્રી નદી જાણે કે કચરાપેટી હોય તેમ લોકો બેફામપણે તેમાં કચરો ઠાલવી રહ્યા છે. તો કેટલીક ગાડીઓ હોટલ-રેસ્ટોરન્સનો વધેલો એંઠવાડ ઠાલવવા પણ પહોંચે છે. સીસીટીવી કેમેરામાં આવા અનેક નાગરિકોના દ્રશ્યો કેદ થયા છે. બીજી તરફ નદીની બાજુમાં બિલ્ડરોના માણસો દ્વારા પણ મોટા પાયે કચરો ઠાલવવામાં આવે છે. જેથી નદીની દુર્દશા અંગે TV9ને અહેવાલ પ્રસારિત કર્યો હતો.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">