Vadodara Video: લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા ! 5 મોટી રેસ્ટોરન્ટમાંથી લીધેલા નમૂના થયા ફેઈલ

Vadodara Video: લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા ! 5 મોટી રેસ્ટોરન્ટમાંથી લીધેલા નમૂના થયા ફેઈલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 9:54 AM

વડોદરા શહેરની 5 મોટી રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન લેવાયેલા ખાદ્ય સામગ્રીના નમૂના નાપાસ થયા છે. આ ખુલાસો લેબ ટેસ્ટિંગ રિપોર્ટમાં થયો છે. આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા અને લેબ તપાસ માટે મોકલ્યા હતા.

Vadodara : વડોદરામાં આરોગ્ય વિભાગે (Health Department) લીધેલા ખાદ્ય વસ્તુનાં સેમ્પલ ફેઈલ થયા છે. એપ્રિલ, મે અને જૂન માસમાં લેવાયેલા સેમ્પલમાંથી 19 નમૂના ફેઈલ થયા છે. આરોગ્ય વિભાગના ખોરાક શાખાએ 300થી વધુ સેમ્પલ લીધા હતા. પનીર, ચટણી, કપાસિયા તેલ, આઈસ્ક્રીમ, તુવેર દાળ સહિતના સેમ્પલ ફેઈલ થયા છે.

આ વાંચો-Gujarati Video: અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલા-બાળકનું મોત,પરિવારે કર્યો આક્ષેપ

વડોદરા શહેરની 5 મોટી રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન લેવાયેલા ખાદ્ય સામગ્રીના નમૂના નાપાસ થયા છે. આ ખુલાસો લેબ ટેસ્ટિંગ રિપોર્ટમાં થયો છે. આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા અને લેબ તપાસ માટે મોકલ્યા હતા. આરોગ્ય વિભાગે 19 ખાદ્ય વસ્તુના લીધેલા નમૂનામાંથી 10 નમૂના ફેhttps://www.youtube.com/watch?v=28DXzVTm_j8ઇલ થયા છે. જેમાં પનીર, ચટણી, કપાસિયા તેલ, આઇસ્ક્રીમ, તુવેર દાળનો સમાવેશ થાય છે. જ્યારે શહેરના વાઘોડીયા રોડ, છાણી અને મકરપુરાની 5 રેસ્ટોરન્ટમાંથી લીધેલા નમૂના પણ નિષ્ફળ રહ્યા છે.

પ્રોટીન માટે ખવાતું પનીર હોય કે, ઠંડક માટે ખવાતો આઇસક્રીમ, સ્વાદ માટે ખવાતી ચટણી હોય કે પછી નાસ્તામાં ખવાતા ફરસાણ, આ તમામ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થયુ છે.ૉ

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">