Big News: હેડ ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધી 11 લોકોની અટકાયત! ઉત્તર ગુજરાત એપી સેન્ટર હોવાનું અનુમાન

Gandhinagar: હેડ ક્લાર્કની પરીક્ષાના કથિત પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:58 PM

ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક મામલે ગૃહ વિભાગમાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 11 લોકોની અટકાયત કરી છે. આ અંગે ગૃહ વિભાગ આવતીકાલે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. પેપર લીકનું એપી સેન્ટર ઉત્તર ગુજરાત હોવાનું અનુમાન છે. આ પેપર લીક કેસમાં પોલીસની 16થી વધારે ટીમ તપાસ ચલાવી રહી છે.

તો તમને જણાવી દઈએ કે હેડ ક્લાર્ક પેપરલીક આરોપમાં વપરાયેલી કાર જોવા મળી હોવાની માહિતી સામે આવી છે. હિંમતનગર બાયપાસ રોડ પર કાર જોવા મળી હતી. યુવરાજસિંહે જાહેર કરેલા 4 પૈકી એક નંબરવાળી આ કાર કથિત પેપર લીક મામલામાં વપરાઈ હોવાનો આરોપ છે. તો આ કાર કાર RTO પાસે ખુલ્લામાં પડી રહી હતી.

ગુજરાતમાં રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો લાગ્યા હતા. જેના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અસીત વોરાના કહેવા મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ હવે તપાસનો ધમધમાટ શરુ થઇ ગયો છે.

તો પેપર લીક (Head Clerk Paper Leak) કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે રાજ્ય સરકારને કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. યુવરાજ સિંહે કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે આવતીકાલે પુરાવા આપીશું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શંકાના દાયરામાં હોવાનો આરોપ લગાવી હટાવવાની માગણી કરી છે. યુવરાજ સિંહે પેપર લીક કેસની તપાસ માટે SITની રચના કરવાની પણ માગણી કરી છે.

 

આ પણ વાંચો: વિદેશી પ્રવાસીઓ તરફથી ઓમિક્રોનનો ખતરો યથાવત! દરરોજ 300થી વધુ વિદેશીઓ જયપુર પહોંચી રહ્યા છે

આ પણ વાંચો: ગુજરાત NCC નિર્દેશાલય પ્રજાસત્તાક દિવસ 2022 ટૂકડી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">