ગુજરાત NCC નિર્દેશાલય પ્રજાસત્તાક દિવસ 2022 ટૂકડી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

અમદાવાદમાં 14 ડિસેમ્બર 2021ના રોજ લૉ ગાર્ડન ખાતે યોજાયેલા વિધિવત કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિવસ 2022ની ટૂકડીના કેડેટ્સે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા

ગુજરાત NCC નિર્દેશાલય પ્રજાસત્તાક દિવસ 2022 ટૂકડી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
Cultural Programme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:45 PM

દર વર્ષે ગુજરાત (Gujarat)  દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ એનસીસી (NCC)  નિદેશાલયની ટૂકડી નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ(Republic Day)  શિબિરમાં ભાગ લેવા માટે અને પ્રધાનમંત્રીની( Prime Minister) રેલી તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે દિલ્હી(Delhi)  જાય છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શિબિર 2022માં ભાગ લેવા માટે NCCના 57 કેડેટ્સની ટૂકડી 17 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી રવાના થશે.

14 ડિસેમ્બર 2021ના રોજ લૉ ગાર્ડન ખાતે યોજાયેલા વિધિવત કાર્યક્રમમાં, પ્રજાસત્તાક દિવસ 2022ની ટૂકડીના કેડેટ્સે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર માટે ફ્લેગ એરિયા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો અને મોટી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન આપતા મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે NCC સમક્ષ નવા અને અણધાર્યા પડકારો ઉભા થયા હતા અને તેમને ગૌરવ છે કે, નિદેશાલયના સ્ટાફ અને કેડેટ્સનો સખત પરિશ્રમ અને સમર્પણ ફરી એકવાર પરિસ્થિતિ અનુસાર ઉદયમાન થયા હતા અને સફળતાપૂર્વક તે પડકારોમાંથી બહાર આવ્યા હતા. કેડેટ્સની તાલીમને કોઇ અસર ના પડે તેની ખાતરી કરવામાં આવી હતી અને તાલીમને વિનાઅવરોધે ઑનલાઇન માધ્યમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નિદેશાલયના કેડેટ્સે સંસ્થાગત તાલીમ ઉપરાંત, તેમની સામાજિક સેવાઓ અને સાથી દેશવાસીઓ પ્રત્યે સામુદાયિક વિકાસની તેમની કટિબદ્ધતાની દિશામાં સક્રિયપણે ભાગ લીધો હતો. NCC યોગદાન કવાયત હેઠળ NCCના કેડેટ્સને સક્રિયપણે સળંગ 115 દિવસ સુધી જિલ્લા પ્રશાસનની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

NCC CADET

#EkMaiSauKeLiye અભિયાનના ભાગરૂપે તેઓ વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા લોકો સાથે સક્રિયપણે જોડાયેલા રહ્યા હતા અને કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારોમાંથી બહાર આવવામાં તેમને મદદ કરી હતી. કેડેટ્સે રક્તદાન, સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, વૃક્ષારોપણ વગેરે અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. કેડેટ્સના આ પ્રયાસોને સૌ કોઇએ ઘણા બિરદાવ્યા હતા.

મેજર જનરલ કપૂરે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ કેડેટ્સ અને દેખરેખ સ્ટાફની પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ શિબિરની સ્પર્ધાઓમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપવા અંગે ટૂકડીને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને  શિક્ષણમંત્રી જીતુભાઇ એસ. વાઘાણીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમણે રાજ્યમાં NCCની તમામ પ્રવૃત્તિઓમાં ખરા દિલથી સહકાર આપ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 555 થઈ

આ પણ વાંચો :  કચ્છ : હવામાન વિભાગની 2 દિવસ ભારે ઠંડીની આગાહી વચ્ચે નલિયામાં 4.6 ડીગ્રી તાપમાન નોંધાયુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">