Gujarat Bjp: ગુજરાત ભાજપે શું કોરોનાનાં નિયમો પાળવાનાં નામે નાહી નાખ્યું છે? સંક્રમણ વચ્ચે પણ કોર્પોરેટરોની ધરાર ટિફિન પાર્ટી

Gujarat Bjp: રાજ્યમાં અને શહેરમાં જે રીતે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે તેને લઈને સરકાર સામે પણ પડકારની સ્થિતિ ઉભી થઈ છે પરંતુ ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલી ભાજપા સરકારનાં પદાધિકારીઓ અને નેતાઓને કોરોના નથી નડતો, એમ કહી શકાય કે તેમણે કોરોનાને ગણવાનું જ છોડી દીધુ છે.

| Updated on: Mar 19, 2021 | 1:45 PM

Gujarat Bjp: રાજ્યમાં અને શહેરમાં જે રીતે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે તેને લઈને સરકાર સામે પણ પડકારની સ્થિતિ ઉભી થઈ છે પરંતુ ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલી ભાજપા સરકારનાં પદાધિકારીઓ અને નેતાઓને કોરોના નથી નડતો, એમ કહી શકાય કે તેમણે કોરોનાને ગણવાનું જ છોડી દીધુ છે. ચારે તરફ પાછી સંક્રમણ જેવી સ્થિતિ દેખાઈ રહી છે તે વચ્ચે હવે ભાજપનાં કોર્પોરેટરોની ટિફિન પાર્ટીનો વિડિયો સામે આવ્યો છે કે જેમાં સોશ્યલ ડિસ્ટન્સની વાત તો દુર રહી ગઈ કોઈએ માસ્ક પહેરવાની પણ દરકાર નોહતી રાખી.

ભાજપનાં ચૂંટાયેલા આ લોકસેવકો છે કે જે જનતાની સેવા માટે કામ કરશે અને તેમને સાચો રસ્તો પણ બતાવશે. જો કે આ લોકસેવકો તો ખુદ રસ્તો ભુલાયેલા જોવા મળ્યા અને તે પણ ભાજપનાં હેડક્વાર્ટર કમલમ ખાતે. અમદાવાદ શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરોની ટિફિન પાર્ટી હતી અને  આ પાર્ટીમાં અમદાવાદ શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને શહેર સંગઠનના પદાધિકારીઓ પણ  હાજર હતા. આ દરમિયાન અનેક નેતાઓએ માસ્ક જ નહોતું પહેર્યું.  કેટલાક નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જાળવ્યું ત્યારે સવાલ એ થાય કે ભાજપના આ નેતાઓને દંડ કોણ કરશે? ભાજપના આ નેતાઓને તાયફા કરવાની મંજૂરી કેમ આપવામાં આવે છે? અને કરે પણ છે તો નિયમોનાં પાલનને લઈને કેમ કોઈ સાવધાની વર્તવામાં નથી આવતી?

થોડા સમય પહેલા જ ભાજપનાં પદાધિકારીઓની બેઠકમાંથી કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત થઈ હતી અને સિનિયર પદાધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા છતાં પણ ભાજપનાં નેતાઓ છે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">