AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price : નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યુ, 70 હજારની સપાટી કરી પાર, જુઓ Video

Gold Price : નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યુ, 70 હજારની સપાટી કરી પાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 4:44 PM
Share

રેકોર્ડ બ્રેક તેજી નોંધાવવાની સાથે સોનું હાલ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. નાણાંકીય વર્ષનો પ્રથમ દિવસ એટલે કે આજે પહેલી એપ્રિલના દિવસે જ સોનાએ 70 હજાર રુપિયાની સપાટી પાર કરી દીધી છે. તેજી યથાવત રહેશે તો સોનાનો ભાવ 75 હજારને આંબી જવાની શક્યતા રહેવાનું મનાઇ રહ્યુ છે.

રેકોર્ડ બ્રેક તેજી નોંધાવવાની સાથે સોનું હાલ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. નાણાંકીય વર્ષનો પ્રથમ દિવસ એટલે કે આજે પહેલી એપ્રિલના દિવસે જ સોનાએ 70 હજાર રુપિયાની સપાટી પાર કરી દીધી છે. તેજી યથાવત રહેશે તો સોનાનો ભાવ 75 હજારને આંબી જવાની શક્યતા રહેવાનું મનાઇ રહ્યુ છે.

સોનાનો ભાવ 71, 200 રૂપિયાની સપાટીએ પહોંચ્યો

કહેવાય છે કે સોનાની ચમક ક્યારેય ઝાંખી નથી પડતી અને એવું જ કંઈક તેના ભાવ માટે પણ કહેવું પડે તેમ છે. સોનામાં છેલ્લાં કેટલાંક દિવસોથી જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે ઓલ ટાઈમ હાઈ સપાટીને આંબતા સોનાનો ભાવ 71, 200ની સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાંય દિવસથી સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે નાણાંકીય વર્ષ 2024-25ની શરૂઆત થઈ રહી છે ત્યારે જ રેકોર્ડ બ્રેક તેજી સાથે 24 કેરેટ સોનાનો ભાવ 71, 200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું હતું.

ભાવમાં થયેલાં ઉછાળા પાછળ અનેક કારણો

નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં થયેલાં ઉછાળા પાછળ અનેક કારણો જવાબદાર છે. વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા પણ સોનામાં મોટાપાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેમ કે ચીને 330 ટન સોનાની જ્યારે ભારતીય રીઝર્વ બેન્કે 80 ટન સોનાની ખરીદી કરી છે. કહેવાય છે કે આવી ખરીદીને પરિણામે એટલે કે માગ વધવાને લીધે પણ સોનાના ભાવ ઊંચા જતા હોય છે. તો ક્રિપ્ટોમાં આવેલા ઉછાળાને લીધે પણ સોનાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે હાલ જેવી પરિસ્થિતિ જો આગળ પણ યથાવત રહી તો આવનારા સમયમાં સોનાનો ભાવ 75 હજારને પણ આંબી જશે.

છેલ્લા 20 વર્ષના ભાવ

એક તરફ આ ભાવ વધારાને પગલે સોનાના રોકાણકારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તો બીજી તરફ ખરીદી કરનારા લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે કે હાલ સોનાની ખરીદી કરવી કે નહીં ? છેલ્લા 20 વર્ષના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2004માં સોનાનો ભાવ રૂપિયા 5,800 હતો. વર્ષ 2008માં તે રૂપિયા 12,800 એ પહોંચ્યો હતો. વર્ષ 2012માં સોનાનો ભાવ 21,500 હતો.વર્ષ 2019માં સોનું 39,000ની સપાટીને આંબ્યું હતું. હવે વર્ષ 2024ના એપ્રિલ માસમાં જ ભાવ 71,200 રૂપિયાને આંબી ગયો છે.

Published on: Apr 01, 2024 04:31 PM
g clip-path="url(#clip0_868_265)">