AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં ત્રીજીવાર મોદી સરકાર બનવાનું ફાઈનલ થતા શેર બજારમાં આવી રોનક, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો

દેશમાં ત્રીજીવાર મોદી સરકાર બનવાનું ફાઈનલ થતા શેર બજારમાં આવી રોનક, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો

| Updated on: Jun 07, 2024 | 7:35 PM

શુક્રવારે, સેન્સેક્સ લગભગ 1,700 પોઈન્ટ વધીને 76,794.06ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટી 23,290.15 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. બંને સૂચકાંકો 4 જૂનના તમામ નુકસાનને સરભર કરવામાં સફળ રહ્યા હતા. વ્યાજ દરો યથાવત રાખવાના RBIના નિર્ણય બાદ બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ જેવા દર-સંવેદનશીલ ક્ષેત્રોના શેર 8 ટકા સુધી વધ્યા હતા, જો કે શેર બજારમાં મોદી સરકાર બનવાની પણ અસર જોવા મળી હતી.

2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ નક્કી થતાની સાથે જ પરિણામો બાદ બજારમાંથી જે ઉત્સાહ ગાયબ હતો તે પાછો ફરવા લાગ્યો છે. શુક્રવારે દલાલ સ્ટ્રીટમાં બુલ્સ સંપૂર્ણ બળ સાથે પાછો ફર્યો અને સેન્સેક્સને 76,794.06ની નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચવા માટે લગભગ 1,700 પોઈન્ટ્સ ઉપર ચઢ્યો હતો.

વ્યાજ દરો યથાવત રાખવાનો RBIના નિર્ણયની અસર

બંને સૂચકાંકો 4 જૂનના તમામ નુકસાનને સરભર કરવામાં સફળ રહ્યા. જો કે શુક્રવારે વ્યાજ દરો યથાવત રાખવાના RBIના નિર્ણય બાદ બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોના શેર 8 ટકા સુધી વધ્યા હતા.

આ સમયગાળા દરમિયાન, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી 7.68 લાખ કરોડ રૂપિયાથી વધીને 423.57 લાખ કરોડ રૂપિયા થઈ હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1,618.85 (2.15%) પોઈન્ટ વધીને 76,693.36ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 468.75 (2.05%) પોઈન્ટ મજબૂત થઈને 23,290.15ના સ્તરે બંધ રહ્યો હતો.

NSE નિફ્ટી 201.06 (0.89%) પોઈન્ટનો વધારો

જ્યારે ગુરૂવારની વાત કરીએ તો ગુરુવારે સતત બીજા દિવસે બજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો મજબૂત બંધ રહ્યા હતા. સાપ્તાહિક સમાપ્તિના દિવસે, 30 શેરનો BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 692.27 (0.93%) પોઈન્ટ વધીને 75,074.51 પર પહોંચ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 201.06 (0.89%) પોઈન્ટ વધીને 22,821.40 પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: ત્રીજી વખત PM બનતા પહેલા નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના લીધા આશીર્વાદ, જુઓ વીડિયો

Published on: Jun 07, 2024 07:23 PM
g clip-path="url(#clip0_868_265)">