Bhavnagar : મ્યુકોરમાઇકોસિસના કેસમાં ઘટાડો થતા સૌ કોઈએ લીધો રાહતનો શ્વાસ

Bhavnagar :ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના (Mucormycosis) 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસથી થતા મોતનો આંકડો પણ ચોંકાવનારો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 04, 2021 | 9:17 AM

Bhavnagar :ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના (Mucormycosis) 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસથી થતા મોતનો આંકડો પણ ચોંકાવનારો છે.

ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં મ્યુકોરમાઇકોસિસના હાલ 115 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 106 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના છે. જ્યારે 6 દર્દીઓ શંકાસ્પદ છે. તેમ જ ત્રણ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આજ સુધીમાં સરકારીમાં 249 અને ખાનગીમાં 62 મળીને ફુલ 311 જેટલા દર્દીઓ આ રોગનાં મળ્યા છે અને તેમાં 10ના મોત થયા છે. ગુરુવારે 2 દર્દી માત્ર મ્યુકોરમાઇકોસિસના લક્ષણવાળા મળ્યા છે. જેના રિપોર્ટ આવવાના બાકી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. તાજેતરમાં છ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

જોકે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ભાવનગર જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ આવતા હોવાથી આ આંકડો અહીં પહોંચ્યો છે. આમ છતાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આ કેસોમાં પણ બહુ મોટો ઘટાડો આવવા પામેલ છે.

ભાવનગર સર.ટી હોસ્પિટલ માં હાલમાં મ્યુકોરમાઇકોસિસની સારવારને લઈને અલગ વોર્ડ તમામ પ્રકારની સુવિધાઓ સાથે જરૂરી ઇન્જેક્શનોનો સ્ટોક પણ હોય જેને લઈને અહીંયા સારવાર લેવા આવતા લોકોને પૂરી દવા અને સગવડતા અપાઈ રહી છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 180 જેટલા સફળ ઓપરેશન પણ થઈ ચૂક્યા છે.

સરકારે મ્યૂકરમાઈકોસિસ બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.

કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારીને ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">