AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એવું તો શું છે કુંભના શાહી સ્નાનમાં કે જેને લઈને અહીં આવતા સાધુઓ કત્લેઆમ કરવામાં પણ નથી ખચકાતા

પ્રયાગરાજમાં કાલથી એટલે કે 14 જાન્યુઆરીથી કુંમમેળાની શરૂઆત થઈ રહી છે. આ દિવસે પહેલું શાહી સ્નાન પણ થશે. આ સ્નાનનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે તે સીધા સ્વર્ગના દરવાજા ખોલી દે છે.  અખાડાઓના સાધુ કેમ પોતાની સાથે ત્રિશૂળ, ખંજર અને તલવાર લઈને કુંભમેળામાં આવે છે.  નક્કી કરેલા સમય પર અખાડાના સાધુ-સંતો સંગમ પર શાહી […]

એવું તો શું છે કુંભના શાહી સ્નાનમાં કે જેને લઈને અહીં આવતા સાધુઓ કત્લેઆમ કરવામાં પણ નથી ખચકાતા
| Updated on: Jan 13, 2019 | 7:57 AM
Share

પ્રયાગરાજમાં કાલથી એટલે કે 14 જાન્યુઆરીથી કુંમમેળાની શરૂઆત થઈ રહી છે. આ દિવસે પહેલું શાહી સ્નાન પણ થશે. આ સ્નાનનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે તે સીધા સ્વર્ગના દરવાજા ખોલી દે છે. 

અખાડાઓના સાધુ કેમ પોતાની સાથે ત્રિશૂળ, ખંજર અને તલવાર લઈને કુંભમેળામાં આવે છે. 

નક્કી કરેલા સમય પર અખાડાના સાધુ-સંતો સંગમ પર શાહી સ્નાન કરશે. આ સ્નાન શાંતિથી પૂર્ણ થાય તે માટે અખાડાઓનો ક્રમ અને સ્નાન માટે જગ્યા નક્કી કરી લેવામાં આવે છે. નહીં તો શાહી સ્નાનને લઈને સાધુઓમાં ખૂન-ખરાબો થાય તે સામાન્ય છે. પણ આખરે, આ શાહી સ્નાન અને વૈરાગ્ય લઈ ચૂકેલા સાધુઓ વચ્ચે શું છે આ ગાઢ સંબંધ, આવો જાણીએ.

શાહી સ્નાનની શરૂઆત

સદીઓથી આ સ્નાન ચાલતું આવે છે જેમાં 13 અખાડાઓ ભાગ લે છે. આ કોઈ વૈદિક પરંપરા નથી. માનવામાં આવે છે કે તેની શરૂઆત 14મીથી 16મી સદીની વચ્ચે થઈ હતી. ત્યારે દેશમાં મુઘલ શાસકોના આક્રમણની શરૂઆત થઈ ગઈ હતી. ધર્મ અને પરંપરાને મુઘલ આક્રાંતાઓથી બચાવવા માટે હિંદૂ શાસકોએ અખાડાના સાધુઓ અને ખાસ કરીને નાગા સાધુઓથી મદદ લીધી હતી.

નાગા સાધુઓ ધીરે ધીરે આક્રમક થવા લાગ્યા અને ધર્મને રાષ્ટ્રની ઉપર જોવા લાગ્યા. એવામાં શાસકોએ નાગા સાધુઓના પ્રતિનિધિ મંડળની સાથે બેઠક કરીને રાષ્ટ્ર અને ધર્મના ઝંડા તેમજ સાધુઓ અને શાસકોના કામના ભાગલા પાડ્યા. સાધુ પોતાને ખાસ અનુભવી શકે તે માટે કુંભ સ્નાનમાં સૌથી પહેલા તેમને લાભ આપવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમાં સાધુઓનો વૈભવ રાજાઓ જેવો જ હોય છે, જેના કારણે તેને શાહી સ્નાન કહેવામાં આવ્યું. ત્યારથી જ શાહી સ્નાનની પરંપરા ચાલતી આવી રહી છે.

સમયની સાથે શાહી સ્નાનને લઈને વિવિધ અખાડાઓમાં સંઘર્ષ થવા લાગ્યો. સાધુ તેને પોતાના માન-સન્માન સાથે જોડીને જોવા લાગ્યા. અગાઉ એવો ઉલ્લેખ પણ થયેલો છે કે વર્ષ 1310માં મહાનિર્વાણી આખાડા અને રામાનંદ વૈષ્ણવના અખાડાની વચ્ચે ખૂની સંઘર્ષ થયો. બંને બાજુથી હથિયાર કાઢવામાં આવ્યા અને સમગ્ર નદીએ ખૂની રંગ લઈ લીધો. વર્ષ 1760માં શૈવ અને વૈષ્ણવોની વચ્ચે પણ સ્નાનને લઈને ધમાસાણ મચ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયામાં સ્નાન માટે વિવિધ અખાડાઓનો એક ક્રમ નક્કી થયો જે હજી સુધી ચાલ્યો આવે છે.

શું થાય છે શાહી સ્નાનમાં?

તેમાં વિવિધ અખાડાઓથી જોડાયેલા સાધુ-સંતોને સોના-ચાંદીની પાલખીઓ, હાથી-ઘોડા પર બેસીને સ્નાન માટે પહોંચે છે. સૌ પોતપોતાની શક્તિ અને વૈભવનું પ્રદર્શન કરે છે. તેને રાજયોગ સ્નાન પણ કહેવામાં આવે છે જેમાં સાધુ અને તેમના અનુયાયી પવિત્ર નદીમાં નિર્ધારિત સમયે ડુબકી લગાવે છે. માનવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં ડુબકી લગાવવાથી અમરતાનું વરદાન મળે છે. આ જ કારણ છે કે સ્નાન કુંભમેળાનો મહત્ત્વનો ભાગ છે અને આ શાહી સ્નાન બાદ જ સામાન્ય લોકોને ડુબકી લગાવવાની પરવાનગી હોય છે.

આ સ્નાન ચોક્કસ દિવસે સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જાય છે. આ પહેલા જ ઘાટ પર અખાડાઓના સાધુ-સંતોની જમાવટ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે સાધુઓ શાહી સ્નાન કરે છે ત્યારે ગાત્રો થિજાવી દે તેવી ઠંડી હોય છે. તેઓ પોતાના હાથોમાં પારંપરિક અસ્ત્ર-શસ્ત્ર સાથે રાખે છે, શરીર પર ભભૂત હોય છે અને સતત નારા લગાવતા રહે છે. મુહૂર્તમાં સાધુઓ ઓછોમાં ઓછા કપડા કે પછી નિર્વસ્ત્ર થઈને જ ડુબકી લગાવે છે. ત્યારબાદ જ સામાન્ય લોકોને ત્યાં ન્હાવાની છૂટ અપાય છે.

કુંભમાં શાહી સ્નાનની તારીખો જાહેર થઈ ચૂકી છે, આ 8 દિવસોમાં થશે શાહી સ્નાન-

આ પણ વાંચો: લોકો ખોવાઈ જાય એ મેળો એટલે ‘કુંભમેળો’ એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

મકર સંક્રાંતિ- 14 અને 15 જાન્યુઆરી 2019

પૌષ પૂર્ણિમા- 21 જાન્યુઆરી 2019

પૌષ એકાદશી સ્નાન- 31 જાન્યુઆરી 2019

મૌની અમાવસ્યા- 4 ફેબ્રુઆરી 2019

વસંત પંચમી- 10 ફેબ્રુઆરી 2019

માઘી એકાદશી- 16 ફેબ્રુઆરી 2019

માઘી પૂર્ણિમા- 19 ફેબ્રુઆરી 2019

મહાશિવરાત્રિ- 4 માર્ચ 2019

[yop_poll id=585]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">