મોરબી: કેરાળામાં ફાયરિંગનો મામલો, ફરાર આરોપીને અજાણ્યા શખ્સોએ માર મારતા મોત
ફાયરિંગ મામલામાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને બે દિવસ પૂર્વે નથુભાઈ ભગાભાઈ ગોલતર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરીને માર માર્યો હતો. અમદાવાદ ખાતે સારવાર દરમિયાન લાખાભાઈ બાંભવાનું મોત થતા મામલો હત્યામાં પલટાઈ ગયો હતો
ગત 14 તારીખના રોજ રૈયાભાઈ છગનભાઇ ગોલતર પર ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવાએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ મામલામાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને બે દિવસ પૂર્વે નથુભાઈ ભગાભાઈ ગોલતર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરીને માર માર્યો હતો.
ઇજાગ્રસ્ત લાખાભાઈ ગોરાભાઈ બાંભવાને પ્રથમ વાંકાનેર બાદમાં મોરબીથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અમદાવાદ ખાતે સારવાર દરમિયાન લાખાભાઈ બાંભવાનું મોત થતા મામલો હત્યામાં પલટાઈ ગયો હતો. વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં આરોપીએ કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો
આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી છે સૌથી ઝડપી સેન્ચુરી
રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત
આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ
મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો