મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં આરોપીએ કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો

મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં આરોપીએ કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 8:21 PM

મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે. સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં આરોપીએ ફાયરિંગ કર્યું છે. ભોગ બનનારના ડાબા પડખા અને પેટના ભાગે ઈજા થઈ છે. સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના કેરાળા ગામે નજીવી બાબતે ફાયરિંગની ઘટના બની. નવા વર્ષ નિમિતે ભોગ બનનાર રૈયાભાઈ ગોલતરે આરોપી ગોપાલ બાંભવા અને લાખા બાંભવાને રામ-રામ કહેતા બન્ને ઉશ્કેરાઈ જઈ ત્યાંથી જતા રહેવા કહ્યું. જેથી, રૈયાભાઈ અને તેમના મિત્ર નજીકમાં આવેલા મંદિરે જતા રહ્યા.

આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં, જામીન અરજી પર દિવાળી બાદ થશે સુનાવણી

ત્યાંથી પરત આવતા રૈયાભાઈ પર આરોપીઓએ ફાયરિંગ કરતા ભોગ બનનારના ડાબા પડખા અને પેટના ભાગે ઈજા થઈ હતી. ઘટના બાદ રૈયાભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આ મામલે વાંકાનેર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">