મહિલાઓ સાડી પહેરીને રમી કબડ્ડી, જોઈને લોકોએ કહ્યું- મનમોહક દ્રશ્ય-જૂઓ વાઈરલ વીડિયો

|

Oct 08, 2022 | 6:28 AM

મહિલાઓનો આ શાનદાર કબડ્ડી (kabaddi) વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, 'હમ કિસી સે કમ હૈ ક્યા.. છત્તીસગઢિયા ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી'. 51 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.

મહિલાઓ સાડી પહેરીને રમી કબડ્ડી, જોઈને લોકોએ કહ્યું- મનમોહક દ્રશ્ય-જૂઓ વાઈરલ વીડિયો
women kabaddi viral video

Follow us on

એક સમય હતો જ્યારે કબડ્ડી (kabaddi) રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે લોકો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણવા લાગ્યા છે. તમે પ્રો-કબડ્ડી લીગ વિશે તો સાંભળ્યું જ હશે. કબડ્ડીની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં (Tournament) દેશભરમાંથી 12 ટીમોએ ભાગ લીધો છે. તમે બાળપણમાં પણ કબડ્ડી રમી હશે. જો કે સામાન્ય રીતે પુરૂષો કબડ્ડી રમતા જોવા મળે છે અથવા અમુક જગ્યાએ છોકરીઓ પણ જુસ્સાથી રમતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી જોઈ છે? હા, આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમારું દિલ પણ ખુશ થઈ જશે કે મહિલાઓ ખરેખર કોઈથી ઓછી નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે મહિલાઓ સાડી પહેરીને કબડ્ડી રમી રહી છે અને દર્શકો પણ તેમને આ રીતે કબડ્ડી રમતાં જોવા માટે ખૂબ જ વ્યસ્ત છે. લોકો તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને મહિલાઓ પણ જાણે કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં રમી રહી હોય તેમ રમવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા કબડ્ડી છત્તીસગઢિયા ઓલિમ્પિકનો ભાગ છે. વાસ્તવમાં, છત્તીસગઢની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે, છત્તીસગઢિયા ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગિલ્લી ડંડાથી લઈને પિત્તૂલ, લંગડી દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સાકસી અને બાટી (કંચા) સુધીની 14 પ્રકારની પ્રાદેશિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

અહીં જૂઓ, મહિલા કબડ્ડી

મહિલાઓનો આ શાનદાર કબડ્ડી વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હમ કિસી સે કમ હૈ ક્યા.. છત્તીસગઢિયા ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી’.

51 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘છત્તીસગઢિયા શ્રેષ્ઠ છે’, જ્યારે અન્ય એક યુઝરે પોતાના બાળપણને યાદ કરતા લખ્યું છે કે, ‘બાળપણમાં ખો-ખો અને કબડ્ડી શ્વાસ રોકીને સાથે રમાતી હતી. અમે બધા શાળામાં ખૂબ રમતા.

Next Article