Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધૂમ મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ત્યારે કોરોના નિયમોનું (Covid Guidelines) પાલન કરવુ ખુબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ આ નિયમોને નેવે મુકતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.
બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં દરેક જગ્યાએ નિયમોમાં કડકાઈ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ કેટલાક લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ફ્લોરિડાથી જ્યોર્જિયા જતી ડેલ્ટા ફ્લાઈટમાં એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. કારણ કે એક વૃદ્ધ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું, તે જોઈને મહિલા એવી તો ગુસ્સે થઈ કે આ વૃદ્ધ વ્યક્તિને લોકોની સામે થપ્પડ મારી દીધી.
જુઓ વીડિયો
View this post on Instagram
તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતી મહિલાની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર આ મહિલાનું નામ પેટ્રિશિયા કોર્નવોલ છે. વીડિયોમાં તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે અને તે સામે બેઠેલા વૃદ્ધને માસ્ક પહેરવાનું કહી રહી છે. બંને વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થાય છે. બાદમાં આ મહિલા આ વૃદ્ધ વ્યક્તિને થપ્પડ મારી દે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ‘whiskeytattoo’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે આ રીતે માસ્ક માટે કોઈને થપ્પડ ન મારવી જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ મહિલાના વર્તનને ગેરવ્યાજબી ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : 72 વર્ષીય દાદીની હિંમતને સલામ, આ અનોખું પરાક્રમ જોઇને તમે પણ ચોંકી જશો !
આ પણ વાંચો : Funny Video : લગ્નમાં વિદાય વખતે આ દુલ્હને કરી અનોખી માગ, વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થયા