Ujjain : વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં મહાકાલેશ્વર મંદિરના નવા કોરિડોર ‘મહાકાલ લોક’નું ઉદ્દઘાટન કર્યું હતુ. આ કોરિડોર ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજે રવિવારે આવેલા તોફાન અને વરસાદે આ ભવ્ય કોરિડોરને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યું હતું. મહાકાલ લોકમાં સ્થાપિત સપ્તઋષિઓની 7માંથી 6 મૂર્તિઓ પડી ગઈ હતી. આ ઘટનાના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
આ દરમિયાન ઘણા ભક્તોનો આબાદ બચાવ થયો હતો. હાલમાં મૂર્તિઓના પુનઃસ્થાપન માટે મહાકાલ લોક બંધ રાખવામાં આવ્યો છે. 10થી 25 ફૂટ ઉંચી આ મૂર્તિઓ લાલ પથ્થર અને ફાઈબર રિઈન્ફોર્સ પ્લાસ્ટિકથી બનેલી છે. બીજી તરફ અકસ્માતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક વહીવટી અધિકારીઓની ટીમ મહાકાલ લોક પહોંચી હતી અને ભક્તોને ત્યાંથી બહાર કાઢ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે ખૂબ જ જોરદાર તોફાનને કારણે મૂર્તિઓ નીચે પડી ગઈ હતી. લાલ પથ્થર અને ફાઈબર રિઈનફોર્સ પ્લાસ્ટિકથી બનેલી આ મૂર્તિઓનું આયુષ્ય 10 વર્ષ છે. પથ્થરની મૂર્તિઓ બનાવવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે ક્રેનની મદદથી મૂર્તિઓની પુનઃ સ્થાપના કરવામાં આવશે.
આ પણ વાંચો : ગાંધીની તર્જ પર ચલાવ્યુ ખેડૂતો માટે આંદોલન, મોદીએ એક તીરથી અનેક નિશાન સાધ્યા
उज्जैन के महाकाल लोक में आंधी से सप्तऋषि की कई मूर्तियां गिरकर खंडित हुईं,
पिछले साल अक्टूबर में PM ने लोकार्पण किया था; इस प्रोजेक्ट पर करीब 700 करोड़ रुपए खर्च हुए थे #Ujjain #MahakalLok pic.twitter.com/To6ehgG4HJ
— Anurag Verma ( PATEL ) (@AnuragVerma_SP) May 28, 2023
Idols were damaged amidst heavy rains and wind in #Mahakallok in #Ujjain. #Mahakaleshwar pic.twitter.com/O6t9PaG1gD
— Antriksh Kar Singh (@AntrikshKS) May 28, 2023
આજે મહાકાલ લોક સંકુલમાં વાવાઝોડાને કારણે જે રીતે દેવી-દેવતાઓની મૂર્તિઓ જમીન પર પડી છે, તે દ્રશ્ય કોઈપણ ધાર્મિક વ્યક્તિ માટે ખૂબ જ દયનીય છે. મારી મુખ્યમંત્રી પાસે માંગણી છે કે મહાકાલ લોકમાં જે મૂર્તિઓ પડી છે, નવી મૂર્તિઓ તાત્કાલીક સ્થાપિત કરવામાં આવે અને જે લોકો નબળા બાંધકામો કરે છે તેમને તપાસ કરીને સજા કરવામાં આવે.
આ પણ વાંચો : Vande Bharat Express: આસામને મળશે દેશની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી