બાળકો કોને ના ગમે? બધાને જ નાના બાળકો ગમે પણ જ્યારે તેઓ ધમાલ મસ્તી કરીને આખા ઘરને માથા પર ઉઠાવે ત્યારે તેમની પર ગુસ્સો પણ આવે જ. લોકોને હસતા, રમતા અને શાંત બાળકો વધારે ગમતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવા જ બાળકોના વીડિયો જોવા મળતા હોય છે. પરંતુ નાચતા-ગાતા બાળકોના શાનદાર ડાન્સનો વીડિયો (Amazing Dance Video) ખૂબ જ ઓછા જોવા મળે છે. હાલામાં એેક બાળકના ડાન્સનો વીડિયો (Child Dance Video) વાયરલ થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરો ગુજરાતી છે અને એક ગુજરાતી ગીત પર ડાન્સ કરી રહ્યો છે.
તે ગુજરાતી ગીતો પર ગરબા સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યો છે. ગરબા ગુજરાતનું પ્રખ્યાત લોક નૃત્ય છે, જે હવે માત્ર ગુજરાતનું જ નથી, સમગ્ર વિશ્વમાં ફેમસ થયુ છે. આ વીડિયોમાં દેખાતો ટેણિયાનો ડાન્સ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. ચાલો જોઈએ આ વાયરલ વીડિયો.
Happiness is homegrown ☺️👍
VC : WA pic.twitter.com/cAjAj64rhF
— KJS DHILLON🇮🇳 (@Tiny_Dhillon) July 8, 2022
વાયરલ વીડિયોમાં દેખાય રહેલા બાળકની અદા જોવા જેવી છે. આ વીડિયોમાં જે પ્રખ્યાત ગીત વાગી રહ્યુ છે તે છે- મારા વીરા-વીરલ તને ગાડી લઈ દવુ. આ ગીત ગુજરાત અને ગુજરાતીઓમાં ખુબ જ જાણીતુ છે. આ ગીત આપણે નવરાત્રિમાં અનેકવાર સાંભળીએ છે અને તેના પર ગરબા પણ કરીએ છે. આ ગીત સિંગર કિંજલ દવે એ ગાયુ છે.
આ જોરદાર ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Tiny_Dhillon નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 1 મિનિટ 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 92 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે બાળકને ‘સુપર ડાન્સર’ કહ્યો છે તો કેટલાકે તેના ડાન્સને ‘રિયલ સ્ટ્રેસ બસ્ટર્સ’ ગણાવ્યો છે. તે જ સમયે કોઈ કહે છે કે ‘છોટુ મજામાં છે’ તો કોઈ કહે છે કે આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો. ખરેખર, આ વાયરલ વીડિયોને જોઈ કોઈનું પણ મન ખુશ થઈ જાય એમ છે.