Funny Video : ઈસ્ત્રીના કપડાં પર ઉડ્યાં પાણીના ફૂવારા, કારણ જાણશો તો ઉડશે હાસ્યના ફૂવારા
ઈન્સ્ટાગ્રામ પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કપડાંને પ્રેસ કરી રહ્યો છે. (old man iron clothes spill water from mouth) કપડાં પર બોટલ કે હાથથી નહીં પણ મોંથી પાણી છાંટે છે.
કપડાંને યોગ્ય રીતે ઇસ્ત્રી કરવા માટે, લોકો તેના પર પાણી છાંટતા હોય છે, જેથી જ્યારે ગરમ ઇસ્ત્રી કપડાં પર આપણે મુકીએ તો કપડાં પાણીથી સીધા થઈ જાય. પાણી ઉમેરીને ઇસ્ત્રી કરવાની પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. પરંતુ પાણી કેવી રીતે છાંટવામાં આવે છે તે મહત્વનું છે. સામાન્ય રીતે લોકો હાથ વડે અથવા સ્પ્રે બોટલ (Man spilling water on clothes from mouth) વડે પાણી છાંટતા હોય છે (Man ironing clothes weird way). પરંતુ આ હમણાં કપડાંને અજીબોગરીબ રીતે ઇસ્ત્રી કરતા એક વૃદ્ધ ચર્ચામાં છે, જે મોઢામાંથી પાણી છાંટતા જોવા મળે છે.
તાજેતરમાં ફની અને વિચિત્ર વીડિયો માટે પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એડલ્ટ સોસાયટી પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે, જેને જોઈને તમને ચોક્કસથી અણગમો થશે. તે એટલા માટે કારણ કે વીડિયોમાં કપડાં પ્રેસ કરનારી વ્યક્તિ (old man iron clothes spill water from mouth) કપડાં પર બોટલ કે હાથથી નહીં પણ મોંથી પાણી છાંટે છે.
જૂઓ આ વિચિત્ર રીતે કપડાં પ્રેસ કરતો વીડિયો……..
View this post on Instagram
આ રીતે કપડાં પર કરી ઈસ્ત્રી
વીડિયોમાં તે વ્યક્તિ સફેદ રંગના કપડાં પર પાણી છાંટતો જોવા મળે છે. તે કપડાંને આવી રીતે ઈસ્ત્રી કરી રહ્યો છે, જાણે કે તેનો હેતુ ઈસ્ત્રી કરવાનો નથી, પણ તેને કોગળા કરવાનો અને ધોવાનો છે. તે વાસણમાંથી પાણી ભરીને મોંમાં પાણી ભરી રહ્યો છે અને પછી તેને સ્પ્રેની જેમ કપડાં પર છાંટી રહ્યો છે. તેની બાજુમાં જૂના જમાનાની કોલસાથી ચાલતી ઈસ્ત્રી પણ જોવા મળે છે અને તેની બાજુમાં જ પાણી ભરેલો સ્પ્રે પણ જોવા મળી રહ્યો છે તેમ છતાં આ વૃદ્ધ કોગળા ભરીને કપડાં પર પાણી છાંટી રહ્યો છે.
આ વીડિયોને 16 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 71 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા લોકો પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે. એક મહિલાએ રમુજી રીતે લખ્યું – પ્રેસ કરાવો મિત્રો! તે જ સમયે, એકે કહ્યું કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ ચોક્કસપણે WWEના રેસલર ટ્રિપલ એચનો મોટો ફેન છે. એક વ્યક્તિએ લખ્યું કે-જો તેની પાસે સ્પ્રે કરવા માટે બોટલ રાખવામાં આવી છે, તો તે માણસ તેના મોઢામાંથી કેમ પાણી છાંટી રહ્યો છે. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે-ઈસ્ત્રી કરનારો વ્યક્તિ પણ આ જ રીતે પોતાના ખેતરમાં પાણી છાંટી શકે છે.