વાયરલ વીડિયો : ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતી વખતે ધોધમાં પડી થઈ વીંટી, લોકો એ કહ્યુ- બોયફ્રેન્ડનું પોપટ થઈ ગયું
હાલમાં આવા જ એક પ્રપોઝની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ તમે પહેલા ચોંકી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.
Boyfriend Propose Girlfriend Near Waterfall: એક ઉંમર પછી દરેક વ્યક્તિને જીવન પસાર કરવા માટે એક પાર્ટનરની જરુર પડે છે. દરેક વ્યક્તિ પોતાને ગમતી અને યોગ્ય પાર્ટનરને શોધતા રહે છે. જ્યારે તે પાર્ટનર મળી જાય છે, ત્યારે તેમની સામે પોતાની લાગણી શેયર કરવા માટે લોકો સુંદર પ્રપોઝ મારવાનું નક્કી કરતા હોય છે. કેટલાક લોકોને તે પ્રપોઝને કારણે લાઈફ પાર્ટનર મળી જાય છે તો કેટલાક લોકોને થપ્પડ મળે છે. હાલમાં આવા જ એક પ્રપોઝની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ તમે પહેલા ચોંકી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.
આ વાયરલ વીડયોમાં તમે ધોધનો નજારો જોઈ શકો છો. એક યુવકે પોતાની ગર્લફેન્ડને પ્રપોઝ કરવા માટે ખાસ આ ખાસ જગ્યાની પસંગી કરી હતી. તે શાંત અને સુંદર વાતાવરણમાં આ ખાસ પ્રપોઝ કરવા માટે તેની ગર્લફ્રેન્ડને ત્યા લઈને આવ્યો હતો. જે સમયે તે વીંટી પહેરાવા માટે પોતાના ઘૂંટણ પર બેસવા જાય છે, તેવામાં નિયંત્રણ બગડે છે અને વીંટી સાથે તેનું બોક્સ પણ ધોધમાં પડી જાય છે. આ જોઈને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ અને વીડિયો પોતાના કેમેરામાં કેદ કરનારા તમામ લોકો ચોંકી જાય છે. આ ઘટના તેમને જીવનભર યાદ રહેશે. ત્યારબાદ તે ગર્લફ્રેન્ડે લગ્ન માટે હા પાડી કે નહીં તે જાણવા નથી મળ્યુ.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @failarmy નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પ્રપોઝ માટે આવી જગ્યા પસંદ ન કરવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ગર્લફ્રેન્ડ વિચારતી હશે કે, એક વીંટી સંભાળી નથી શકતો, તો મને શું સંભાળશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, બિચારાનું કેવુ પોપટ થઈ ગયુ.