વાયરલ વીડિયો : વિદાયના સમયે નારાજ થઈ ગઈ દુલ્હન, કારની અંદર પોતાના જ પતિને ધોઈ નાખ્યો
ઘણીવાર કપલ વચ્ચે મારામારી થઈ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં લગ્નના પહેલા જ દિવસે એક દુલ્હન પોતાના વરને ધોઈ નાખે છે.
Viral Video Of Bride Groom: દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એક યાદગાર પ્રસંગ હોય છે. લગ્નની સાથે જ બે લોકોના નવા જીવનની શરુઆત થાય છે. ઉજ્જવળ ભવિષ્યની આશા રાખીને શરુ કરેલા આ જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે, જેનો બન્ને વ્યક્તિએ ધીરજ અને સમજણશક્તિથી સામનો કરીને આગળ વધાવાનું હોય છે. પણ કેટલીકવાર લોકો પોતાના ધીરજ અને ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેસીને ન કરવાનું કરી બેસે છે. ઘણીવાર તે કપલ વચ્ચે મારામારી પણ થઈ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં લગ્નના પહેલા જ દિવસે એક દુલ્હન પોતાના વરને ધોઈ નાખે છે.
આ વાયરલ વીડિયોમાં દુલ્હનની વિદાયનો નજારો જોઈ શકાય છે. લગ્ન બાદ દુલ્હન પોતાના વર સાથે કારમાં બેસીને સાસરે જવા તૈયાર છે. સામાન્ય રીતે આ સમયે દુલ્હન પોતાના પરિવારથી દૂર થવાના દુખને કારણે રડતી હોય છે. પણ આ દુલ્હને તો અચાનક કાલી માતાનું રુપ ધારણ કરી લીધુ. તેણે કોઈ કારણસર પોતાના જ પતિને મારવાનું શરુ કરી દીધુ. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હન કેવી રીતે પોતાના વરને મારી રહી છે. અને વર બિચારો ચુપચાપ આ બધુ સહન કરે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @oosm.dance નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભાઈ, તે એવું શું કહી દીધુ કે તમે ધોઈ નાખ્યો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ તો લગ્નના પહેલા દિવસે જ મારવા લાગી, બિચારો પતિ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આવા વીડિયો જોઈને જ મને લગ્ન કરવાનું મન નથી થતુ.