AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેઘાલયના આ ધોધ એ મોહી લીધુ લોકોનું મન, મુખ્યમંત્રીએ વીડિયો શેયર કરીને પૂછ્યો આ સવાલ

આ વીડિયો મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક ધોધોનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

મેઘાલયના આ ધોધ એ મોહી લીધુ લોકોનું મન, મુખ્યમંત્રીએ વીડિયો શેયર કરીને પૂછ્યો આ સવાલ
phe phe waterfallImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 10:05 PM
Share

ભારત સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સ્ત્રોતનો ખજાનો ધરાવતુ સૌથી વિશાળ દેશ છે. દેશના દરેક રાજ્યમાં એકથી એક ચઢિયાતા કુદરતી દ્રશ્યો જોવા મળે તેવા ટુરિઝમ સ્પોટ છે. હાલમાં આવા જ એક ટુરિઝમ સ્પોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક ધોધોનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

મેઘાલય ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય છે. મેઘાલયમાં જોવાલાયક અનેક સ્થળો છે. મેઘાલય રાજ્ય વરસાદ, વાદળ અને ધોધ માટે ઓળખાતુ રાજ્ય છે. મેઘાલયની રાજધાની શિલોન્ગ છે. ઈન્સ્ટાગ્રામ પર મેઘાયલના મુખ્યમંત્રી કોનરાજ સંગમા એ આ વીડિયો શેયર કરીને લખ્યુ છે કે, જયંતિયા હિલ્સ તરફ જતા રસ્તા આ શાનદાન ધોધ જોયો. જેનો વીડિયો મેં પોતાના કેમેરામાં કેદ કર્યો. કોઈ અંદાજ લગાવી શકે કે આ કયો ધોધ છે ? લોકો આ વીડિયો પોસ્ટમાં તેનો જવાબ આપતા પણ જોવા મળે છે. આ મેઘાયલનો PHE PHE ધોધ છે.

મેઘાયલ ભારતની સાત બહેનો તરીકે ઓળખાતા રાજ્યમાંથી એક છે. આ મેઘાલયને વાદળોના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાજ્યમાં સુંદર દેવદાર વનસ્પતિ, મનમોહક ધોધ, રહસ્યમયી ગુફાઓ જેવી અનેક જગ્યાઓ છે. તેની સાથે સાથે આ રાજ્યને ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલી જગ્યા પણ કહેવામાં આવે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રમ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સુંદર દ્રશ્ય. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ કેટલો સરસ નજારો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતનું સૌથી સુંદર રાજ્ય મેઘાલય.

g clip-path="url(#clip0_868_265)">