Viral Video : આન્ટીઓનો જોરદાર ડાન્સ, કર્યા એવા ડાન્સ સ્ટેપ કે અંકલ શરમમાં મુકાયા !

|

Aug 22, 2022 | 7:20 PM

Aunties Viral Dance Video : ડાન્સ એ માણસની પ્રસન્નતા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આન્ટીઓના ડાન્સ વાળો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : આન્ટીઓનો જોરદાર ડાન્સ, કર્યા એવા ડાન્સ સ્ટેપ કે અંકલ શરમમાં મુકાયા !
Aunties viral Dance Video
Image Credit source: tv9 gfx

Follow us on

અનેક લોકો ડાન્સના શોખીન હોય છે. વર્ષોથી નૃત્ય એ માનવજાતિનો એક ભાગ રહ્યુ છે. ભારત અને વિદેશોમાં પણ નૃત્યના અનેક પ્રકારો છે. સોશિયલ મીડિયા પર આપણને ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્યના વીડિયો જોવા મળે છે. ગરબા, કથક, કુચ્ચિપુડી, ભરતનાટ્યમ્ એ ભારતના પારંપરિક નૃત્યોમાંથી એક છે. વિશ્વમાં પણ આવા અનેક ડાન્સના પ્રકાર છે. જેમ કે બ્રેક ડાન્સ, સાલસા વગેરે. પણ ભારતમાં સામાજિક પ્રસંગો કે કોઈ લગ્ન જેવા ખુશીના અવસરે તમને ફ્રી સ્ટાઈલ ડાન્સ વધારે જોવા મળશે. લોકો પોતાની મરજીથી મુક્ત મનથી ડાન્સ કરતા હોય છે. તેમાં પણ ખાસ લોકો નાગિન ડાન્સ કરતા હોય છે. ડાન્સ એ માણસની પ્રસન્નતા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આન્ટીઓના ડાન્સ વાળો વીડિયો (Aunties Viral Dance Video) ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ સામાજિક પ્રસંગે કે કોઈ કિટી પાર્ટી માટે 9-10 જેટલી મહિલાઓ એક ઘરમાં મળી છે. તે બધા કેમેરાની સામે ઉભી રહી બોલિવૂડના સોન્ગ કાલા ચશ્મા પર ડાન્સ કરી રહી છે. તેવામાં એક સાડી પહેરેલી મહિલા જોરદાર વેસ્ટન ડાન્સ મુવ કરે છે. તેને જોઈ બીજી મહિલાઓ પણ ઉત્સાહિત જોવા મળે છે. આ ડાન્સ મુવ સામે કદાચ યુવતીઓ પણ કાચી પડે અને આ આન્ટીના ડાન્સ મૂવ જોઈ અંકલ પમ શરમમાં મૂકાય થયા હશે. આ વીડિયોમાં આજની આધુનિક મહિલાઓનો બિંદાસ રુપ જોવા મળ્યુ હતુ. આ વીડિયો વાયરલ થયા પછી તેમના ઘરે શું થયુ હશે તે તો તેઓ જાણે પણ આન્ટીઓનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Fun Taap નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ વીડિયો પર લોકો મિશ્ર પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકો આન્ટીઓની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે અને કેટલાક લોકો તેમના આ ડાન્સને શરમજનક કહી રહ્યા છે. આ વીડિયો ક્યાનો છે ? ક્યા સમયનો છે ? અને આ મહિલાઓ કોણ છે ? તે જાણવા નથી મળ્યું, પણ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

Next Article