Shocking Video: સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પાળતુ કે જંગલી પ્રાણીઓની હેરાનગતિના વીડિયો પણ ખુબ વાયરલ થતા હોય છે. આપણા ગુજરાતમાં પણ ભૂતકાળમાં સિંહની પજવણીના વીડિયો વાયરલ થયા છે. જો માણસ જંગલમાં ઘુસીને પ્રાણીઓને હેરાન કરશે તો તેને તેનું પરિણામ ભોગવવું જ પડશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને તમને બ્રહ્માસ્ત્ર મૂવીનો ફેમસ સીન યાદ આવી જશે.
આ વાયરલ વીડિયો કેરળના પથાનાથિટ્ટા જિલ્લાનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સામેથી એક જંગલી ભેંસ આવી રહી છે. તેની સામે એક રિક્ષા સૂમસામ રસ્તા પરથી પસાર થઈ રહી છે. જેને જોઈ જંગલી ભેંસને ગુસ્સો આવે છે અને તે જંગલી ભેંસ તે રિક્ષા તરફ દોડી આવી જોરથી શીંગડુ મારે છે. જેના કારણે રિક્ષા ઉંચી થઈને ફરી નીચે પટકાઈ છે, રિક્ષામાં બેસેલા લોકોની હાલત પણ દયનીય થઈ જાય છે. વીડિયોના અંત ભાગમાં જોઈ શકાય છે કે તે જંગલી ભેંસ ફરી રિક્ષા તરફ આગળ વધે છે પણ તે જ સમયે વીડિયો ખત્મ થઈ જાય છે.
Never underestimate Gaur/Indian Bison. Maintain proper distance otherwise it could be lethal.@susantananda3 @ParveenKaswan pic.twitter.com/ck2nL1z3hX
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) September 11, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર WildLense® Eco Foundation દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર 5 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ચાલો જોઈએ સોશિયલ મીડિયા યુઝરની કેટલીક રોમાંચક પ્રતિક્રિયા.
Never underestimate Gaur/Indian Bison. Maintain proper distance otherwise it could be lethal.@susantananda3 @ParveenKaswan pic.twitter.com/ck2nL1z3hX
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) September 11, 2022
Never underestimate Gaur/Indian Bison. Maintain proper distance otherwise it could be lethal.@susantananda3 @ParveenKaswan pic.twitter.com/ck2nL1z3hX
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) September 11, 2022
એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે, આ તો બ્રહ્માસ્ત્ર મૂવીના નંદી અસ્ત્ર વાળો સીન છે ! બીજા એક યુઝરે લખ્યુ છે કે, હજુ હેરાન કરો પ્રાણીઓને, આવું પરિણામ ભોગવવું પડશે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયાઓ આ વાયરલ વીડિયો પર જોવા મળી હતી.