Viral Photo: ફકત 2 મિનિટ મોડા આવવા પર આ કંપની આપી રહી છે વિચિત્ર સજા, આ ફોટો જોઈ તમે પણ ચોંકી જશો
Viral Photo: આપણે બધાને ઘણી વાર ઓફિસ પહોંચવામાં મોડુ થતુ હોય છે. બસ આ જ રીતે એક કંપનીના કર્મચારીઓ મોડા આવતા તેમને એક વિચિત્ર સજા સંભળાવામાં આવી.
દેશની કોઈ પણ કંપની હોય તે પોતાના કર્મચારીઓ સાથે કેવુ વર્તન કરતી હોય છે, તે કંપનીની કેવી પોલીસી છે તેને કારણે વધારે ઓળખાતી હોય છે. ઘણી વખત કંપનીઓ તેમના કર્મચારીઓ પાસેથી સારુ અને પ્રોડેક્ટીવ કાર્ય મેળવવા માટે વિવિધ પ્રકારની ઓફર કરે છે, જેથી તેઓ તેમની પાસેથી મહત્તમ અને સારુ કામ મેળવી શકે, પરંતુ ઘણી કંપનીઓ એવી છે, જે તેમના કર્મચારીઓને હેરાન કરવા માટે અલગ-અલગ રીતો શોધે છે. આવી કંપનીઓને લાગે છે કે તેઓ આ રીતે કર્મચારીઓ પાસે વધુ કામ કરાવી શકશે. હાલના દિવસોમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે નવો નિયમ બનાવ્યો છે, જેનો વાયરલ ફોટો (Viral Photo) જોઈને તમે પણ દંગ રહી જશો.
આ રહ્યો એ વાયરલ ફોટો
When you know its time to quit. pic.twitter.com/PxLyJQucgp
— CleverMonster ✊🏿🇭🇹 (@CleverMonsterCT) June 10, 2022
વાયરલ થઈ રહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે એક કંપની પોતાના કર્મચારીઓ માટે ‘નવો ઓફિસ નિયમ’ લાવી છે. જે મુજબ જો કોઈ કર્મચારી ઓફિસમાં જેટલી મિનિટો મોડો આવે છે તો તેણે ઓફિસ પૂરી થયા બાદ તે મુજબ 10 મિનિટ વધારાનું કામ કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 10.01.01 ના રોજ ઓફિસ આવે છે, તો તેણે નવા નિયમ હેઠળ સાંજે 06.20 સુધી કામ કરવું પડશે.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
if you show up 48 minutes early, you’d have a day off, this too seems fair
— Fred Mertz (@Fred5471) June 11, 2022
When you know its time to quit. pic.twitter.com/PxLyJQucgp
— CleverMonster ✊🏿🇭🇹 (@CleverMonsterCT) June 10, 2022
so if I arrive 5 minutes early I can leave 50 minutes before my shift ends
— jillz (@owlfrogs) June 11, 2022
આ ફોટો જોયા બાદ લોકોએ પોત-પોતાની રીતે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે આ તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું, ‘કોઈ પણ કર્મચારી માટે આવી જગ્યાએ કરવું ખૂબ જ મુશ્કેલ છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘જે લોકો પ્રોફેશનલી મોડા આવે છે તેમના માટે થોડી કડકતા જરૂરી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘ આ રીતે કર્મચારીઓને લેવાનું ખોટું છે. આમ આ ફોટોમાં બતાવેલા કંપનીના નિયમ માટે લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી.