AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 13નો ઓર્ડર આપ્યો પણ બોક્સમાં આવ્યો iPhone 14, લોકો કહ્યું- જોરદાર નસીબ છે

હાલમાં આ સેલમાંથી એક ગ્રાહકે જે વસ્તુ મંગાવી તેનાથી વિપરિત તેને વધારે ખુશ કરી દેવી વસ્તુ તેના ઘરે ડિલવરીમાં આવી હતી. તેની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર Viral થઈ છે.

iPhone 13નો ઓર્ડર આપ્યો પણ બોક્સમાં આવ્યો iPhone 14, લોકો કહ્યું-  જોરદાર નસીબ છે
Man orders iPhone 13 but iPhone 14Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 10:23 PM
Share

iPhone 14 Delivery : જીવનમાં તમે ભવિષ્યમાં શું થશે તેના વિશે ક્યારેય ચોક્કસ કહી શકતા નથી. જીવનમાં દુખ અને સુખ આવતા જ રહે છે. પણ જીવનમાં કેટલીક ઘટના એવી બને છે જયારે ગરીબ પણ અમીર બની જાય છે. અને અમીર રસ્તા પર આવી જાય છે. આ બધી કિસ્મતની રમત છે. આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની જ છે. હાલમાં તહેવારો હોવાથી ઈ-કોમર્સ વેબસાઈટ પર સેલની સિઝન ચાલી રહી છે. હાલમાં આ સેલમાંથી એક ગ્રાહકે જે વસ્તુ મંગાવી તેનાથી વિપરિત તેને વધારે ખુશ કરી દેવી વસ્તુ તેના ઘરે ડિલવરીમાં આવી હતી. તેની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ છે.

ટ્વિટર એક યુઝરે 2 ફોટો શેયર કરીને જણાવ્યુ કે, ફિલ્પકાર્ટથી iPhone 13 ઓર્ડર કર્યો હતો, પણ તેને iPhone 13ની જગ્યા એ iPhone 14ની ડિલીવરી મળી. આ ટ્વિટમાં જોઈ શકાય છે કે, તે વ્યક્તિ એ iPhone 13 માટે 49 હજાર 019 રુપિયા પણ ચૂકવ્યા છે પણ તેને બદસામાં ડિલીવરીમાં 79 હજાર 990 રુપિયાનો iPhone 14 મળી ગયો. આ ટ્વિટર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.

આ રહ્યુ એ વાયરલ  વીડિયો

આઈફોન સંબધિત આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે. આ ટ્વિટ પર લોકોએ રિએક્શન પણ આપ્યા છે. આ બધા રિએક્શન ખુબ જ રમૂજી છે.

સોશિયલ મીડિયા યુઝર્સના રિએકશન

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ માહિતી આપીને તેણે પોતાના સારા નાગરિક હોવાની ફરજ નીભાવી છે. બીજા એક યુઝર લખ્યુ છે કે, આ બધો નસીબનો ખેલ છે. લોકો એ ટ્વિટ પર મીમ શેયર કરીને પણ પોતાના રિએકશન આપ્યા છે. એક અન્ય યુઝરે લખ્યુ છે કે, આવી ઘટના મારી સાથે બને તો મારુ જીવન ધન્ય થઈ જાત.

g clip-path="url(#clip0_868_265)">