આજના સમયમાં ટેલેન્ટેડ લોકો માટે સોશિયલ મીડિયા એક શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે. સોશિય મીડિયા પર રોજ દુનિયાના અનેક લોકો પોતાના ટેલેન્ટને ખુલીને મુકે છે. સોશિયલ મીડિયા પર રોજ અનેક ટેલેન્ટેડ લોકોના વીડિયો રોજ વાયરલ થતા હોય છે. રાનૂ મંડાલ, બાબા જૈકસન આ સોશિયલ મીડિયાને કારણે જ ચર્ચામાં આવ્યા હતા અને તેમના ટેલેન્ટની પ્રશંસા પણ થઈ હતી. હાલમાં એક ટેલેન્ટેડ મહિલાનો વીડિયો સોશિયલ મી઼ડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પાર્ટી ફંક્શનના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સપના ચૌધરીનું સુપરહિટ ગીત Hawa Kasuti Se ચાલી રહ્યું છે અને એક મહિલા તેના પર ડાન્સ કરી રહી છે. તેનો ડાન્સ જોઈને તમને લાગશે કે તેનામાં ડાન્સર સપના ચૌધરીની આત્મા આવી ગઈ છે.
પોતાના ઠુમકા અને ડાન્સથી તે તાપમાનમાં વધારો કરતી જોવા મળી રહી છે. તેનો દેશી ડાન્સ જોઈને યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે આ મહિલાને ડાન્સ પ્રત્યે ભારે પ્રેમ છે અને તેણે આવા ડાન્સ માટે ભારે પ્રેક્ટિસ કરી છે. કેટલાક નાના ભૂલકાં તેનો આ ડાન્સ નીહાળતા પણ જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટયૂબ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ એકદમ સપના ચૌધરી જેવી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ડાન્સ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આધુનિક જમાનાનું સૌથી કોમન ટેલેન્ટ છે આ ડાન્સ, બધાને હવે કમર લટકાવટા આવડી ગયું છે.