બાપ રે ! બે મહાકાય અજગરની સાથે આ યુવક કરી રહ્યો છે મસ્તી, Video જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા
બે મહાકાય અજગર સાથે મસ્તી કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે.

Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર અજગરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈ પણ ચોંકી જશે. વીડિયોમાં બે વિશાળ અજગર એકબીજાની આસપાસ લપેટાયેલા જોવા મળે છે. જ્યારે એક વ્યક્તિ આ બે અજગરની સામે નિર્ભયપણે સૂતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વ્યક્તિને અજગરની વચ્ચે આટલો કૂલ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સાથે જ કેટલાક યુઝર્સે (Users) તેને પાગલપન ગણાવ્યું છે. આ વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે વિશાળ અજગર (Pythons)જોવા મળે છે અને કેમેરાનો એંગલ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એક વ્યક્તિ નજરે ચડે છે. આ વ્યક્તિ બે અજગરની સામે નિર્ભયતાથી જોતો રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આજગર કેટલો વિશાળ અને ખતરનાક દેખાય છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી.
જુઓ વીડિયો
View this post on Instagram
યુઝર્સે યુવકનું પાગલપન ગણાવ્યુ!
આ અદભૂત વીડિયો ઈન્સ્ટાગ્રામ પર royal_pythons_ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને લગભગ 5 હજાર લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે ઘણા યુઝર્સે પણ ફની ટોનમાં પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ(Funny Comment) કરતા લખ્યું કે ‘આ અત્યાર સુધીનો સૌથી આકર્ષક લવ ટ્રાંયગલ છે.’ સાથે જ કેટલાક યુઝર્સ એવા પણ છે જેમણે સવાલ કર્યો છે કે તે અજગર છે કે એનાકોન્ડા….
આ પણ વાંચો: Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !
આ પણ વાંચો: શાહરૂખના ઘરની બહાર આર્યનના જામીન માટે પંડિત કરી રહ્યા હતા હનુમાન ચાલીસા, Video સોશિયલ મીડિયા પર વાયરલ