AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ થયું Twitter Down, યુઝર્સએ Memesનો કર્યો વરસાદ

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓને પેજ લોડ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. સોશિયલ મીડિયા પર પણ #TwitterDown ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ આ મુદ્દા પર મીમ્સ બનાવીને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ થયું Twitter Down, યુઝર્સએ Memesનો કર્યો વરસાદ
Twitter Down social media flooded with memes and jokes (Image Credit Source: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:20 AM
Share

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter)શુક્રવારે મોડી રાત્રે અચાનક ડાઉન થઈ ગયું, જોકે તે સંપૂર્ણપણે ડાઉન નહોતું. જ્યારે કેટલાક લોકોને ટ્વિટરનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક લોકો સરળતાથી ટ્વિટરનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા. માત્ર ટ્વિટરના વેબ વર્ઝનમાં જ નહીં, પરંતુ iPhone અને Android યુઝર્સને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ટ્વિટર ડાઉન હોવાની ફરિયાદ કરનારા લોકોની યાદી જોતજોતામાં મોટી થઈ રહી હતી. ડાઉન ડિટેક્ટર (Down Detector) અનુસાર, ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા ભાગોમાં ટ્વિટરનું સર્વર લગભગ એક કલાક સુધી ડાઉન હતું. તેની માહિતી સૌપ્રથમ શુક્રવારે રાત્રે 10:30 વાગ્યે આપવામાં આવી હતી.

ટ્વિટરે જવાબ આપતા કહ્યું કે એક ટેકનિકલ બગ કે જે ટાઈમલાઈનને લોડ થવાથી અને ટ્વીટ્સને પોસ્ટ થવાથી અટકાવતી હતી તેને ઠીક કરવામાં આવી છે. આ સાથે જ #TwitterDown સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, લોકો આ હેશટેગ દ્વારા કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જોકે, થોડા સમય બાદ સર્વિસ શરૂ થતાં લોકોએ તેના પર ફની મીમ્સ અને જોક્સનો વરસાદ કર્યો હતો. યૂઝર્સ સમસ્યાને લગતા તેમના અનુભવો પણ શેર કરી રહ્યા હતા. આ અંગે લોકોએ પોતાની કોમેન્ટ્સ અને પ્રતિક્રિયાઓ આપી હતી. લોકો ફની વીડિયો પણ શેર કરવા લાગ્યા. વીડિયો સાથે લખવામાં આવ્યું હતું કે ટ્વિટર ડાઉન થતાં લોકો ઇન્સ્ટાગ્રામ પર આ રીતે તૂટી પડ્યા હતા.

આ પણ વાંચો: વર્ષ 2030 સુધીમાં ભારતની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી 90 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જાણો કોણે વ્યક્ત કર્યું અનુમાન

આ પણ વાંચો: Bhakti: માત્ર 3 ઉપાય અને માલામાલ થશે જીંદગી ! ફટાફટ જાણી લો શનિવારે કરવાના આ સરળ ઉપાય

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">