Bhakti: માત્ર 3 ઉપાય અને માલામાલ થશે જીંદગી ! ફટાફટ જાણી લો શનિવારે કરવાના આ સરળ ઉપાય
શનિવાર અને મંગળવારે કરેલી હનુમાનજીની પૂજા વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આ સરળ ત્રણ ઉપાય આપની કિસ્મતને બદલી દેશે. બળ અને બુદ્ધિની સાથે આપશે અખૂટ ધનના આશીર્વાદ !
હનુમાનજી (HANUMAN) તો બળ અને બુદ્ધિના દાતા છે. હનુમાનજીએ ભયને ભગાડનારા છે તો સાથે જ વ્યકિતની તમામ ચિંતા અને તમામ કષ્ટોને હરનારા છે કષ્ટભંજન દેવ. કહે છે કે શનિવાર અને મંગળવારે હનુમાનજીની અવશ્ય આરાધના કરવી જોઈએ, શનિવાર અને મંગળવારે કરેલી હનુમાનજીની પૂજા વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આજે વાત કેટલાક સરળ ઉપાયોની કરીશું કે જે આપને માલામાલ કરી દેશે. વાત એવા ઉપાયોની આજે કરીશું જે આપની કિસ્મતને બદલી દેશે. આ લેખમાં અમે આપને જણાવીશું શનિવારે કરવાના એ સરળ ત્રણ ઉપાયો કે જે આપના ઘરની તિજોરીને ક્યારેય ખાલી નહીં થવા દે. નોંધી લો શનિવારે કરવાના હનુમાનજીના આ સરળ ઉપાય.
1. શનિવારે સવારે સૌથી પહેલાં સ્નાન કરી વડના વૃક્ષનું એક પાન લો. આ પાનને પહેલાં તો સ્વચ્છ પાણીથી સાફ કરવું. ત્યારબાદ આપના ઘરમાં જે હનુમાનજીની મૂર્તિ કે તસવીર હોય તેની સામે આ પાંદડાને રાખી રાખો. થોડી વાર રાખ્યા બાદ આ પાનમાં હનુમાનજીના આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામનું નામ લખવું. ત્યારબાદ આ પાનને પોતાના પર્સમાં હંમેશા માટે રાખવું જોઈએ. એવું કહેવાય છે કે આ પાનને હંમેશા સાથે રાખવાથી વ્યક્તિનું ખિસ્સું ક્યારેય ખાલી નથી થતું. પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત છે હનુમાનજી અને એટલે જ કહેવાય છે કે જે શ્રીરામનું નામ લે છે તેના દરેક કામને હનુમાનજી પૂર્ણ કરે છે.
2. શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા અને નાણાની તંગીને દૂર કરવા વ્યક્તિએ શનિવારનું વ્રત રાખવું જોઈએ. અને સાંજે સૌ કોઈને બુંદીનો પ્રસાદ વહેંચવો જોઈએ. આ સરળ ઉપાયથી પણ આપના જીવનની નાણાકીય તંગી દૂર થઈ શકે છે અને હનુમાનજીની કૃપા વરસે છે.
3. શક્ય હોય તો શનિવારે હનુમાનજીના મંદિરે દર્શને જવું જોઈએ. શક્ય હોય તો સાંજના સમયે હનુમાનજીના દર્શને જવું અને હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી જોઈએ. કહે છે કે આ એક સરળ ઉપાયથી પણ વ્યક્તિના જીવનના આર્થિક સહિત તમામ પ્રશ્નો દૂર થાય છે. અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.) આ પણ વાંચો: જયા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, પ્રાપ્ત થશે શ્રીહરિ અને શનિદેવ બંન્નેના આશીર્વાદ
આ પણ વાંચો: Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન