AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : ‘રીલના ચક્કરમાં માર ખાઈ જશો!’ વૈભવ સૂર્યવંશીની પાપારાઝીને ચેતવણી, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાપારાઝીને ચેતવણી આપતા જોવા મળે છે. વીડિયોમાં વૈભવ કહેતા સંભળાય છે કે, 'રીલ બનાવવાના ચક્કરમાં માર ખાઈ જશો.'

Trending Video : 'રીલના ચક્કરમાં માર ખાઈ જશો!' વૈભવ સૂર્યવંશીની પાપારાઝીને ચેતવણી, વીડિયો વાયરલ
Vaibhav Sooryavanshi Warn PaparazziImage Credit source: X | @cricsam02
| Updated on: Oct 16, 2026 | 8:07 AM
Share

15 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના એરપોર્ટ પરથી વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયાના પોતાના સાથી ખેલાડીઓ સાથે બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન ઘણા પાપારાઝી કેમેરા લઈને તેની પાછળ ચાલવા લાગ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો વૈભવની એકદમ આગળ ચાલી રહ્યા હતા. આ સ્થિતિ જોઈને વૈભવ સૂર્યવંશીએ અચાનક તેમને ચેતવણી આપતાં કહ્યું, “રીલના ચક્કરમાં માર ખાઈ જશો.” હકીકતમાં, વૈભવ તેમને ધમકી આપી રહ્યો નહોતો, પરંતુ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યો હતો. તેનો કહેવાનો અર્થ એ હતો કે વીડિયો રેકોર્ડ કરવાના ચક્કરમાં તેઓ કોઈ ગાડી કે થાંભલા સાથે અથડાઈ ન જાય તેનું ધ્યાન રાખે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 શ્રેણીમાં વૈભવને તક મળશે?

વૈભવ સૂર્યવંશી હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ છે. જોકે, શરૂઆતની ચાર મેચમાં તેને માત્ર બેન્ચ પર જ બેસવું પડ્યું છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઓપનિંગ બેટ્સમેન તરીકે અભિષેક શર્માની સાથે સંજુ સેમસનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી ટી-20 મેચ 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં સિરીઝ 2-2 થી બરાબર છે. અંતિમ મેચમાં નક્કી થશે કે સિરીઝ કઈ ટીમ જીતશે. છેલ્લી મેચમાં ચાહકોને આશા રહેશે કે તેમને વૈભવને મેદાન પર રમતો જોવાની તક મળે.

વૈભવ સૂર્યવંશીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

વૈભવે અત્યાર સુધી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 8 ટી-20 મેચ રમી છે. આ મેચોની 8 ઇનિંગ્સમાં બેટિંગ કરતાં તેણે 30.75ની સરેરાશ અને 186.36ના સ્ટ્રાઇક રેટથી કુલ 246 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 અડધી સદી નીકળી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 81 રન રહ્યો છે. અત્યાર સુધી વૈભવે ભારત માટેની તમામ આંતરરાષ્ટ્રીય મેચો વિદેશી ધરતી પર જ રમી છે. તેણે ભારતીય ટીમ માટે છેલ્લી મેચ 2026 ની એશિયન ગેમ્સ દરમિયાન જાપાનમાં રમી હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે વૈભવ ભારતની ધરતી પર પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમે છે.

જુઓ Video

આ પણ વાંચો, ભારત સામે સદીઓ ફટકારનાર શાઈ હોપ પર IPL 2027માં થશે કરોડોનો વરસાદ, ટીમો લગાવશે મોટો દાવ!

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">