Trending Video: ઈરાનનું એક એવુ ગામ જ્યાં એકપણ રોડ નથી…. લોકો એકબીજાના ઘરોની છત પરથી કરે છે અવરજવર
Village With No Roads: ઈરાનનું એક એવુ ગામ જ્યાં એકપણ સડકો નથી, લોકો એકબીજાના ઘરે જવા માટે રસ્તાનો નહીં એકબીજાના ઘરોની છતોનો ઉપયોગ કરે છે, એટલુ જ નહીં પહાડોથી ઘેરાયેલા ઘરોની બનાવટ પણ અહીં એકદમ વિશિષ્ટ છે. જુઓ Video

ઈરાનમાં વાદળોની વચ્ચે મસૂલેહ ગામ આવ્યુ છે. આ ગામની વિશેષતા એ છે ત્યાં એકપણ સડક નથી. લોકો એક-બીજાના ઘરે જવા માટે ઘરની છતોનો સડકની જેમ ઉપયોગ કરે છે. આ જ કારણે આ ગામ વિશ્વભરમાં ફેમસ છે. પ્રવાસીઓ પણ અહીં એક્સપ્લોર કરવા માટે આવે છે. આ જ કારણ છે કે તેને વર્ષ 2007માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેની ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન આપ્યુ છે.
800 થી 1000 વર્ષ જુનુ છે ગામ
પાકિસ્તાનની ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર હાનિયા ઈબ્રાહિમે હાલમાં જ તેને 800 થી 1000 વર્ષ જુના આ ગામની સફર કરી. જેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાનિયાએ જણાવ્યુ આ ગામની સૌથી મોટી ખાસિયત તેની બનાવટ છે. અહીં મકાનોને પહાડોના ઢોળાવની સાથે સીડીઓની જેમ બનાવવામાં આવ્યા છે. જેનુ કારણે એક ઘરની છત બીજા ઘરની સડક બની જાય છે.
અહીં નથી ચાલતા કોઈ વાહનો
હાનિયાએ જણાવ્યુ કે આ ગામે તેને તેના અસલી સ્વરૂપમાં આજે પણ જાળવીને રાખ્યુ છે. અહીં કોઈ કાર નથી ચાલતી. કોઈ ટ્રાફિકનો શોર નથી. માત્ર પક્ષીઓના કલરવનો અવાજ છે. જે ઘણુ સૂકુન આપે છે. હવા એકદમ તાજી છે. અહીંને દરેક ખૂણો જાણે કોઈ પરિ કથા જેવો લાગે છે. અહીં એક એવી જગ્યા છે જ્યાં તમે માત્ર ટ્રાવેલ નથી કરતા પરંતુ કુદરતી સૌદર્ય અનુભવી શકો છો. માત્ર વ્યુ માટે નહીં, આ ગામ તેના હેન્ડીક્રાફ્ટ માટે પણ ઘણુ ફેમસ છે.
View this post on Instagram
આ એકદમ વિશિષ્ટ સ્થાન છે
સોશિયલ મીડિયા પર હાનિયાએ આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ રિએક્શન્સ આપી રહ્યા છે. કેટલાક લોકો એ જીવનમાં એકવાર અહીં આવવાનું મન બનાવી લીધુ છે. તો કેટલાક લોકો એ વાતથી પરેશાન છે કે આ છતો સાઉન્ડ પ્રુફ છે કે નહીં.
- એક યુઝરે લખ્યુ આ ઘણી યુનિક જગ્યા છે, એક દિવસ અહીં જરૂર આવીશ
- અન્ય યુઝરે લખ્યુ, આ વીડિયો જોયા બાદ મને ઈરાનની સુંદરતા અને શાંતિ માટે માન થવા લાગ્યુ છે.
- ત્રીજા યુઝરે પૂછ્યુ ઈરાનમાં યુદ્ધ જેવી સ્થિતિ છે એવા સમયે આપ આવી સલામત યાત્રા આજકાલ કરી શકો છો?
- ચોથા યુઝરે લખ્યુ જો કોઈ રોજ મારી છત પર ચાલે તો હું તો એ અવાજથી જ પાગલ થઈ જઈશ.
