સ્વિમિંગ પૂલમાંથી બોલ બહાર કાઢવા કૂતરાએ ચલાવ્યુ ગજબનું મગજ, Viral Video જોઈ લોકો થયા આશ્વર્યચકિત !
આજકાલ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો પોતાના મગજનો અદ્ભુત ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.
તમારા શહેરમાં ગલી ગલીમાં તમે ક્યા પ્રાણીને સૌથી વધુ જુઓ છો ? લગભગ બધાનો જવાબ હશે કૂતરો. એ કહેવામાં કોઈ નવાઈ નથી કે માણસને પોતાના જીવનમાં સૌથી વધારે કોઈ પ્રાણી જોવા મળે છે તો તે કૂતરો છે. કૂતરો દુનિયામાં સૌથી વધારો પાળવામાં આવતુ પાળતુ પ્રાણી પણ છે. માણસ અને કૂતરાનો સંબંધ વર્ષોથી છે. આ સંબંધ કૂતરાની વફાદારીને કારણે છે. કૂતરાની વફાદારીના કિસ્સા આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. તે જ કારણે તેમને દુનિયાની અનેક સુરક્ષા એજન્સીઓ કૂતરાને ટ્રેનિંગ આપીને સુરક્ષા માટે તેનાત પણ કરે છે.
તેઓ તેમના માલિક માટે પોતાનો જીવ આપતા અચકાતા નથી. તેમને ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. ક્યારેક તે પોતાની શાણપણનું એવું સરસ ઉદાહરણ આપે છે કે લોકો દંગ રહી જાય છે. તમને સોશિયલ મીડિયા પર કૂતરા સંબંધિત તમામ પ્રકારના વીડિયો (Dogs Video) જોવા મળશે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો પોતાના મગજનો અદ્ભુત ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.
કૂતરો સ્વિમિંગમાં પડેલા બોલને પાછો મેળવવાનો પ્રયાસ કરે છે. શરૂઆતમાં તે તેના પગ અને મોંના ઉપયોગથી બોલને બહાર કાઢવાનો સખત પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તે સફળ થતો નથી. અચાનક તેના મગજમાં વિચાર આવે છે અને તે પાણીમાં પોતાના પગ આગળ મારવા લાગે છે, જેના કારણે થોડા જ સમયમાં બોલ તેના સુધી પહોંચે છે અને તે તેને મોઢામાં દબાવીને બહાર કાઢી લે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Presence of mind. pic.twitter.com/eR3btBP6Gb
— Dipanshu Kabra (@ipskabra) July 17, 2022
કૂતરાનો આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરછી શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં કૂતરાની પ્રશંસા કરી છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લોકો દ્ધારા જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.