Peacock Amazing Dance : આંખોને ઠંડક આપી રહ્યો છે મોરનો આ અદ્ભૂત ડાન્સ, વીડિયો 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો

સોશિયલ મીડિયા (Social Media)પર આપણા ભવ્ય અને રંગબેરંગી રાષ્ટ્રીય પક્ષીના અસંખ્ય વીડિયો અને તસવીરો છે. પરંતુ આ દરમિયાન એક ક્લિપ સામે આવી છે જેને લોકો એક-બે વાર નહીં પરંતુ વારંવાર જોઈ રહ્યા છે.

Peacock Amazing Dance : આંખોને ઠંડક આપી રહ્યો છે મોરનો આ અદ્ભૂત ડાન્સ, વીડિયો 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો
Peacock Viral videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:44 PM

મોર (Peacock)એટલું સુંદર પક્ષી છે કે તેને એક જ નજરમાં જોઈને લોકોનો દિવસ બની જાય છે. જી હાં, આંખોને આરામ આપતું આ સુંદર પક્ષી તેના ડાન્સ અને સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્યારે તે ડાન્સ કરે છે ત્યારે તેના મનમોહક પ્રદર્શનને જોવા માટે લોકો પણ આતુર થઈ જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર આપણા ભવ્ય અને રંગબેરંગી રાષ્ટ્રીય પક્ષીના અસંખ્ય વીડિયો અને તસવીરો છે. પરંતુ આ દરમિયાન એક ક્લિપ સામે આવી છે જેને લોકો એક-બે વાર નહીં પરંતુ વારંવાર જોઈ રહ્યા છે.

આ શાનદાર વીડિયો ટ્વિટર હેન્ડલ @buitengebieden દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું, ‘મોર…’. આ વીડિયોને સમાચાર લખાઈ છે ત્યાં સુધીમાં 14 મિલિયનથી વધુ વ્યૂઝ, 5 લાખથી વધુ લાઈક્સ અને 64.8 હજાર રિટ્વીટ મળ્યા છે. તેમજ સેંકડો યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે આ એક અદ્ભુત પક્ષી છે અને નરમાંથી સૌથી સુંદર પણ છે. જ્યારે કેટલાક લોકોએ કુદરતની રચનાના વખાણ કર્યા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ ક્લિપ 07 સેકન્ડની છે જેમાં આપણે પાર્કમાં મોર ઉભેલા જોઈ શકીએ છીએ. તે અચાનક તેના પીછા હવામાં લહેરાવે છે જેને આપણે મોર કળા કરે છે તેમ પણ કહીએ છીએ ત્યારે તેને એવી અદ્ભુત રીતે ફેલાવે છે કે જોનાર તેની નજર ફેરવતા નથી. આ અદ્ભુત નજારો જોઈને દરેક લોકો કાઈનાતના વખાણ કરી રહ્યા છે. આ પક્ષી તેની સુંદરતા અને અદ્ભુત નૃત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

કહેવા માટે, પશુ-પંખીઓ પાસે તેમના દૃષ્ટિકોણને વ્યક્ત કરવા માટે ભલે આપણા જેવા શબ્દો ન હોય, પરંતુ તેઓ સંવેદનશીલતા અને પ્રેમની બાબતમાં આપણા કરતા ઘણા આગળ છે. જે રીતે આપણે આપણા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે અલગ-અલગ કામો કરીએ છીએ, તેવી જ રીતે તેણે પણ પોતાના પ્રેમને સાબિત કરવા માટે ઘણી બધી કસોટીઓ આપવી પડે છે. હવે જરા જુઓ આ વીડિયો જે સામે આવ્યો છે, જેમાં એક પક્ષીને પોતાના પ્રેમને સાબિત કરવા માટે આટલી મહેનત કરવી પડે છે. વીડિયો જોવા અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">