પહેલા જોઈ છે આવી રેસ્ટોરેન્ટ ? માછલીઓ વચ્ચે લોકો માણે છે સ્વાદિષ્ટ ભોજન !
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gunsnrosesgirl3 નામની આઈડી પરથી આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. માત્ર 18 સેકેન્ડના આ વીડિયોને લગભગ 13 મિલિયન એટલે કે 1.3 કરોડથી વધુ લોકોએ જોયો છે. જ્યારે 70 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વિકસિત દેશોથી કેફે અને રેસ્ટોરેન્ટ કલ્ચર આખી દુનિયામાં પ્રખ્યાત થયું છે. આજે તમારા શહેરમાં દરેક 1 કિલોમીટરના અંતરે તમને નવું કેફે અને રેસ્ટોરેન્ટ જોવા મળશે. કેફે અને રેસ્ટોરેન્ટ માલિક લોકોને અલગ અનુભવ આપવા માટે નવા અખતરાઓ કરતા રહે છે. કેટલીક વાર નવી થીમ દ્વારા તો ક્યારેક ડિસ્કાઉન્ટને કારણે લોકો કેફે અને રેસ્ટોરેન્ટ તરફ આકર્ષાયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક રેસ્ટોરેન્ટનો વીડિયો વાયરલ થયો છે, જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હશે.
આ વીડિયોની અંદર તમે એક રેસ્ટોરેન્ટની અંદરનો નજારો જોઈ શકો છો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફર્શ પર પાણી છે અને પાણીમાં સુંદર માછલીઓ તળી રહી છે. આ બધા વચ્ચે ખુરશી અને ટેબલ લાગ્યા છે. જેના પર બેસીને લોકો આરામથી ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ રેસ્ટોરેન્ટનું નામ સ્વીટ ફિશ કેફે રાખવામાં આવ્યું છે. આ રેસ્ટોરેન્ટ થાઈલેન્ડમાં સ્થિત છે. આવી યૂનિક થીમ વાળુ રેસ્ટોરેન્ટ તમે પહેલા ભાગ્યે જ જોયુ હશે.
થાઈલેન્ડના યૂનિક રેસ્ટોરેન્ટનો વીડિયો
Sweet Fishs Café In Thailand where the floor is filled with water and fish swim amongst the customers pic.twitter.com/lNtOY0kxRd
— Science girl (@gunsnrosesgirl3) November 5, 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @gunsnrosesgirl3 નામની આઈડી પરથી આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. માત્ર 18 સેકેન્ડના આ વીડિયોને લગભગ 13 મિલિયન એટલે કે 1.3 કરોડથી વધુ લોકોએ જોયો છે. જ્યારે 70 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે, આ રેસ્ટોરેન્ટ એવા લોકો માટે બનાવવામાં આવ્યું જે ફર્શ સાફ નથી કરતા. બીજા એક યુઝરે લખ્યુ છે કે, અહીં ભોજન અને ફિશ ફૂટ મસાજ એક સાથે મળે છે. આવી અનેક પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર આપી રહ્યા છે.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
