લો બોલો ! નીચે ચાદર અને ઉપર રોડનું લેયર, એક હાથ વડે ઉપાડી લીધો રોડ, કોન્ટ્રાક્ટરે કહ્યુ આ જર્મન ટેક્નોલોજી છે! જુઓ Video
વીડિયોમાં જોઈ શકાય છે કે ગામના કેટલાક લોકો રસ્તાની નીચે રાખેલી કાર્પેટ જેવું કંઈક બતાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડ બનાવવા માટે જમીન પર કાર્પેટ પાથરવામાં આવી હતી અને તેની ઉપર રોડ બનાવવામાં આવ્યો હતો.
Maharashtra: મહારાષ્ટ્ર(Maharashtra)માંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગામલોકો નવા બનેલા રસ્તાને ચાદરની જેમ હાથ વડે ઉપાડતા જોવા મળે છે. આ વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગામના કેટલાક લોકો રસ્તાની નીચે રાખેલી કાર્પેટ જેવું કંઈક બતાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડ બનાવવા માટે જમીન પર કાર્પેટ પાથરવામાં આવી હતી અને તેની ઉપર રોડ બનાવવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવવામાં કર્યો ભ્રષ્ટાચાર ?
ગ્રામજનો સ્થાનિક ભાષામાં કહેતા સાંભળી શકાય છે કે સ્થાનિક કોન્ટ્રાક્ટરે ખરાબ કામ કર્યું છે. ગામના લોકો કોન્ટ્રાક્ટરની આકરી ટીકા કરતા જોવા મળે છે. આ સાથે ગામના લોકો હાથેથી ડામર પકડીને નીચે પથરાયેલી કાર્પેટ ઉપાડતા જોવા મળે છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડામરની નીચે કેટલીક કાર્પેટ પાથરવામાં આવી છે. તેની ઉપર સાંકડો રસ્તો બનાવવામાં આવ્યો છે. મતલબ કે રોડ બનાવવાના તમામ માપદંડો પૂરા થયા નથી. જુઓ વીડિયો.
View this post on Instagram
અહેવાલો અનુસાર, વીડિયો મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંબડ તાલુકાના કર્જત-હસ્ત પોખરી ગામનો છે. જે રોડ દેખાઈ રહ્યો છે તે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે. રોડ બનાવવાનું કામ કરાવનાર કોન્ટ્રાક્ટરે જર્મન ટેક્નોલોજીથી રોડ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમાં ગોટાળો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે જેમાં ઘણા વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે હાલ પણ એક એવો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે પરંતુ તે રોડ હાથથી ઉપાડી શકાય છે ત્યારે ત્યાં સ્થાનિક લોકોનો આક્રોશ પણ જોઈ શકાય છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો