Maharashtra SSC 10th Result 2023 Declared: ધોરણ 10નું પરિણામ જાહેર, 93.83% વિદ્યાર્થીઓ થયા પાસ, Direct Link થી આ રીતે ચેક કરો રીઝલ્ટ
પરિણામ જોવા માટેની લિંક મહારાષ્ટ્ર બોર્ડની સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in પર બપોરે 1 વાગ્યે સક્રિય થશે. તે પછી SSC પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ રોલ નંબર દ્વારા રીઝલ્ટ ચકાસી શકે છે. SSC પરીક્ષા 2 માર્ચથી શરૂ થઈ હતી અને 25 માર્ચ 2023 સુધી ચાલી હતી.
Maharashtra SSC 10th Result 2023 Declared: મહારાષ્ટ્ર બોર્ડ 10મું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. SSCમાં કુલ 93.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ જોવા માટેની લિંક મહારાષ્ટ્ર બોર્ડની સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in પર બપોરે 1 વાગ્યે સક્રિય થશે. તે પછી SSC પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ રોલ નંબર દ્વારા રીઝલ્ટ ચકાસી શકે છે. SSC પરીક્ષા 2 માર્ચથી શરૂ થઈ હતી અને 25 માર્ચ 2023 સુધી ચાલી હતી. પરીક્ષા માટે અંદાજીત 15 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 8 લાખ 44 હજારથી વધુ છોકરાઓ અને 7 લાખ 33 હજારથી વધુ છોકરીઓ સામેલ હતી.
કુલ 23013 શાળાઓમાંથી 6844 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે. આ વર્ષે SSC પરિણામમાં છોકરાઓ કરતા છોકરીઓએ સારું પ્રદર્શન કર્યું છે. છોકરીઓનું પરિણામ 95.87 ટકા અને છોકરાઓનું 92.05 ટકા આવ્યું છે. કોંકણ વિભાગમાં સૌથી વધુ 98.11 ટકા પાસ થયા છે, જ્યારે નાગપુર વિભાગનું પરિણામ સૌથી ઓછું 92.05 ટકા છે. ગત વખતે મહારાષ્ટ્ર બોર્ડ એસએસસીનું પરિણામ 96.94 ટકા નોંધાયું હતું. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 97.96 વધારે હતી, જ્યારે છોકરાઓની એકંદરે પાસ થવાની ટકાવારી 96.06 હતી. બોર્ડ આ વખતે પણ 10મા ટોપર્સની યાદી જાહેર કરશે નહીં.
આ રીતે પરિણામ તપાસો
સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in ની મુલાકાત લો.
SSC પરિણામ 2023 ની લિંક પર ક્લિક કરો.
રોલ નંબર દાખલ કરો.
રીઝલ્ટ તમારી સ્ક્રીન પર દેખાશે.
તમે આ વેબસાઈટ પર પણ પરિણામ જોઈ શકો છો
mahahsscboard.in
www.msbshse.co.in
mh-ssc.ac.in
મહારાષ્ટ્ર SSC પરિણામ 2023 સીધી લિંક
જણાવી દઈએ કે 2022માં 10માનું પરિણામ 17મી જૂને જાહેર થયું હતું. આ વખતે પરિણામ 2 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ થોડા દિવસો પછી તેમની શાળામાંથી માર્કશીટ મેળવી શકશે.
આ પણ વાંચો : Mumbai: મુંબઈની પાવર ડિમાન્ડ બુધવારે ઓલ ટાઈમ હાઈ રહી, ગરમીના કારણે માગમાં થયો વધારો
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો