Indian Railway: મુસાફરો સ્વચ્છ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ, ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટની સંખ્યામાં થયો વધારો

|

Feb 11, 2022 | 7:00 PM

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ દક્ષિણ પૂર્વ રેલવે ઝોન હેઠળના ચક્રધરપુર રેલ વિભાગના ટાટાનગર રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યો છે.

Indian Railway: મુસાફરો સ્વચ્છ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ, ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટની સંખ્યામાં થયો વધારો
Automatic Coach Washing Plant (Image-Social Media)

Follow us on

સમયની સાથે દેશની લાઈફલાઈન કહેવાતી ભારતીય રેલવે (Indian Railways) તેની સેવાઓને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. ભારતીય રેલવે તેના પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સેવાઓ પ્રદાન કરવા માટે માત્ર સલામતી અને સુવિધા પર કામ કરી રહી નથી, પરંતુ મુસાફરીને આરામદાયક બનાવવા પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. રેલવેનો હંમેશા એવો પ્રયાસ હોય છે કે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને સ્વચ્છ ટ્રેન (Train) મળે. રેલવે હવે દેશના વિવિધ ભાગોમાં ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ લગાવી રહી છે. જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં ટ્રેનોની શ્રેષ્ઠ સફાઈ કરી શકાય. આ ક્રમમાં ભારતીય રેલવેના દક્ષિણ પૂર્વીય (South Eastern Railways) રેલવે ઝોનમાં આ પ્રકારનો પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ (Automatic Coach Washing Plant) સ્થાપિત કરવામાં આવ્યો છે.

24 કોચવાળી ટ્રેન 10થી 15 મિનિટમાં સાફ

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ દક્ષિણ પૂર્વ રેલવે ઝોન હેઠળના ચક્રધરપુર રેલ વિભાગના ટાટાનગર રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યો છે. ઝારખંડના ટાટાનગર રેલ્વે સ્ટેશન પર સ્થાપિત દક્ષિણ પૂર્વીય રેલવે ઝોનનો આ પ્રથમ ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ છે. ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટના ઘણા ફાયદા છે.

ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ દ્વારા 24 કોચવાળી ટ્રેન માત્ર 10 થી 15 મિનિટમાં સાફ થઈ જાય છે. આનાથી માત્ર સમય જ નહીં, પણ પાણીની પણ બચત થાય છે. આટલું જ નહીં, આ કારણે ટ્રેનો સાફ કરવામાં વપરાતા મેનપાવરમાં પણ ઘણો ઘટાડો થયો છે. પરંપરાગત ધોવાથી ઘણું પાણી વેડફાય છે અને ઘણી માનવશક્તિનો પણ વપરાશ થાય છે.

આ ઓટોમેટિક સિસ્ટમ ટોયલેટના નીચેના ભાગોને પણ સાફ કરે છે

વૉશિંગ પ્લાન્ટમાં શૌચાલયના નીચેના ભાગોને સાફ કરવાની સાથે જંતુમુક્ત પણ કરી શકાય છે. જ્યારે પરંપરાગત સફાઈમાં આ શક્ય નથી. ભારતીય રેલવેએ અત્યાર સુધી દેશના ઘણા રેલવે સ્ટેશનો પર આ પ્રકારના ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ લગાવ્યા છે. ભારતીય રેલવે આખા દેશમાં વહેલામાં વહેલી તકે આવા વોશિંગ પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે જેથી વધુમાં વધુ પાણી, સમય અને માનવશક્તિની બચત કરી શકાય.

રેલવેની યોજના અનુસાર સૌથી પહેલા તે રેલવે સ્ટેશનો પર વોશિંગ પ્લાન્ટ લગાવવામાં આવશે. જ્યાં વધુ ટ્રેનો લોડ થાય છે. જે પછી ધીમે-ધીમે તે તમામ જગ્યાઓ પર લગાવવામાં આવશે, જ્યાં ટ્રેનોની સફાઈ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: Trains Cancelled: Indian Railwaysએ રદ કરી 385 જેટલી ટ્રેન, આ રીતે ચેક કરો લિસ્ટ

આ પણ વાંચો: Indian Railways Loss Due to Protests: વિરોધ પ્રદર્શનને કારણે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન, ઉત્તર અને પૂર્વ રેલવેને સૌથી વધુ નુકસાન થયું

Published On - 6:58 pm, Fri, 11 February 22

Next Article