શોએબ અખ્તરે અંગ્રેજીના એક જ શબ્દનો વારંવાર કર્યો ઉપયોગ તો લોકોએ કરી દીધા ટ્રોલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

શોએબ અખ્તરે અંગ્રેજીના એક જ શબ્દનો વારંવાર કર્યો ઉપયોગ તો લોકોએ કરી દીધા ટ્રોલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ
Shoaib Akhtar used the same English word over and over again, people trolled him, memes went viral on social media.

શોએબ અખ્તર વારંવાર અંગ્રેજી શબ્દ ‘Comprehensive’નું પુનરાવર્તન કરી રહ્યો છે. જેના કારણે હવે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવાઇ રહી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 31, 2021 | 9:51 AM

એક સમય એવો હતો કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય ભારતીય ટીમ સામે મેચ જીતી શકી ન હતી. પરંતુ રવિવાર 24 ઓક્ટોબરે પાકિસ્તાનની ટીમે પોતાનો આ રેકોર્ડ તોડી દીધો. ભારતની 12-0થી જીતનો સિલસિલો 12-1થી તૂટી ગયો હતો. ત્યારથી, પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોના નિવેદનો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ખાસ કરીને પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના વીડિયો ભારત-પાકિસ્તાન મેચ બાદથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. પરંતુ અમે તમારા માટે જે વીડિયો લઇને આવ્યા છીએ તે વીડિયો ફની અને સાવ અલગ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે શોએબ અખ્તર વારંવાર અંગ્રેજી શબ્દ ‘Comprehensive’નું પુનરાવર્તન કરી રહ્યો છે. જેના કારણે હવે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવાઇ રહી છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ ફની વીડિયો @jaynildave નામના યુઝરે શેર કર્યો છે. જેને આ સમાચાર લખાય ત્યાં સુધી એક લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે અને અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સતત શોએબ અખ્તરને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘શોએબ અખ્તરે મેચ જીત્યા બાદ અંગ્રેજીમાં ક્રેશ કોર્સ કર્યો હોય તેવું લાગે છે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘અમે ફાઈનલમાં પણ Comprehensive રીતે હરાવીશું.’ આ સિવાય એક યુઝરે શોએબ અખ્તરને મીમ બનાવીને ટ્રોલ કર્યો છે.

આ પણ વાંચો –

Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે

આ પણ વાંચો –

શ્વેતક્રાંતિના 75 વર્ષ: સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અમિત શાહ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati