AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 106.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 105.92 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ - ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે
Petrol - Diesel Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 7:47 AM
Share

પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today)માં સતત પાંચમા દિવસે વધારો થયો છે. આ સાથે દેશભરમાં તેલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ આજે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 35-35 પૈસાનો વધારો કર્યો છે. 35 પૈસા પ્રતિ લિટરના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ પહોંચી ગઈ છે. ડીઝલની કિંમતમાં પણ 35 પૈસાનો વધારો થયો છે અને તેનો દર 98.07 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

ચિંતાજનક સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર તેલના પુરવઠા અને માંગના મુદ્દે ઘણા તેલ નિકાસકર્તા દેશો સાથે વાતચીત કરી રહી છે પરંતુ ભાવમાં તાત્કાલિક રાહતની કોઈ શક્યતા નથી. અગાઉ એક સૂત્રએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં મુખ્ય તેલ ઉત્પાદક દેશો માટે તેલની કિંમતો, પુરવઠા અને માંગના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં પેટ્રોલિયમ મંત્રાલયે સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, રશિયા અને અન્ય જેવા અનેક દેશોના ઉર્જા મંત્રાલયોને બોલાવ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 115.15 રૂપિયા અને ડીઝલની કિંમત 106.23 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.79 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર છે.
  •  ચેન્નાઈમાં પેટ્રોલ 106.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 102.25 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 106.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 105.92 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 121.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 112.52 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.94 105.70
Rajkot 105.69 105.48
Surat 105.79 105.58
Vadodara 105.58 105.34

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો :  World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? આજના સમયમાં રોકાણ માટે ઉપલબ્ધ છે આ વિકલ્પો

આ પણ વાંચો : Foreign Exchange Reserves: આ અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો 91 લાખ ડોલરનો ઘટાડો, જાણો RBIના ખજાનામાં કેટલું બચ્યુ છે રીઝર્વ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">