દુનિયામાં રોજબરોજ ઘણી ચોરી અને કીડનેપિંગ (Kidnapping) થતી રહે છે. ઘણી વખત એવી ઘટનાઓના વીડિયો આપણી સામે આવતા રહે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. ત્યારે એવો જ એક કિડનેપિંગનો વીડિયો (Kidnapping Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ વિચારવા પર મજબૂર બની જશો. આ વીડિયોને જોયા બાદ તમને પણ અંદાઝો આવી જશે કે ચોર કંઈ પણ કરી શકે છે, તેથી તમારે હંમેશા સાવધાન રહેવા જોઈએ.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે પેટ્રોલપંપ પર એક વ્યક્તિ કારમાં પેટ્રોલ ભરાવવા માટે પહોંચે છે, પેટ્રોલપંપ કર્મચારી ગાડીમાં પેટ્રોલ ભરવા લાગે છે પણ ત્યારે એક વ્યક્તિ ગાડીમાંથી ઉતરીને તે વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને પેટ્રોલના પૈસા આપે છે. તે દરમિયાન કર્મચારી જ્યારે બીજા પૈસા પાછા આપે છે ત્યારે પાછળ ઉભો રહેલો વ્યક્તિ તેને જબરદસ્તીથી ગાડીમાં બેસાડી દે છે અને ગાડી લઈને ભાગી જાય છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે પેટ્રોલપંપ કર્મચારીની પાસે ઘણા પૈસા હોય છે, તેથી ગાડીમાં સવાર વ્યક્તિ તેને કિડનેપ કરી લઈ ગયા. આ વીડિયોને ઈન્સ્ટ્રાગામ યુઝર ‘Giedde’ શેર કર્યો છે. અત્યાર સુધી હજારો લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે.
એક તરફ ઘણા લોકો આ વીડિયોને શેયર કરી લોકોને સર્તક રહેવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે ઘણા લોકો આ વીડિયો જોઈ મજા લઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોને જોયા બાદ એક યુઝર્સે કહ્યું આ આઈડિયા ઘણા સારો છે. ત્યારે બીજા યૂઝર્સે કહ્યું કે આ ખખુબ જ મસ્ત પ્લાન હતો.
આ પણ વાંચો: Drugs Case માં તહેલકો મચાવનાર સમીર વાનખેડેના માથા પર છે આ ખાસ વ્યક્તિનો હાથ,પત્ની ક્રાંતિએ કર્યો ખુલાસો