પોતાની જ બહેનો સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે આ મૌલાના, જુઓ વાયરલ Video
આપણી બહેન આપડા માટે ખાવાનું બનાવી શકે છે, માંથુ દબાવી શકે છે, પથારી કરી શકે છે , પરેશાનીઓમાં ધ્યાન આપી શકે છે તો પછી લગ્ન કરીને કેમ નથી રહી શકતી, જે બાદ કહે છે કે આપડી હસીન અને ખુબસુરત બહેનોને કોઈ બીજાનો સોંપી દો અને બીજાનો કચરો પોતાના ઘરે લઈ આવો.
ઉત્તર પ્રદેશના ઈટાવા જીલ્લાના એક મૌલાનાનો જૂનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં મૌલાના પોતાની જ બહેનો સાથે લગ્ન કરવાની લોકોને શીખ આપી રહ્યો છે તે પહેલા તો કોઈ લીડરે તેની પુસ્તમાં કહેલી આ વાત હોવાનું જણાવે છે અને પછી પોતે જ કહે છે કે તેમણે કઈ ખોટું નથી કહ્યું અને કહે છે કે તે લોકો મૂર્ખ છે કે લોકો પોતાની સુંદર, મોહક બહેનને છોડીને બીજાની બહેન સાથે લગ્ન કરે છે.” આવી અભદ્ર ટિપ્પણી આપતા આ મૌલાનાનો વીડિયો તમે જોઈ શકો છો. આ એક વાયરલ વીડિયો છે જેની TV9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી.
જરજીસ અંસારીનો વીડિયો વાયરલ
આવી અભદ્ર ટિપ્પણી કરી લોકોને ગેરમાર્ગે દોરનાર આ મૌલાના બીજુ કોઈ નહીં પણ જરજીસ અંસારી છે. તે પોતાને ઇસ્લામિક ઉપદેશક હોવાનો દાવો કરે છે. જેનો એક જૂનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મૌલાના આ વીડિયોમાં જે કહે છે જે સાંભળીને કોઈનું પણ લોહી ઉકળી જશે.
“ये कितनी बड़ी बेअक्ली की बात है कि लोग अपनी हसीन, जमील और खूबसूरत बहन को छोड़कर दूसरे की बहन से शादी करते हैं..” ~ मौलाना जरजील अंसारी pic.twitter.com/9qU7WKE4kZ
— (@mktyaggi) August 22, 2024
પોતાની જ બહેનો સાથે લગ્ન કરવાની કહી વાત
મૌલાના પોતાના ભાષણને શરુઆત કરે છે અને કહે છે કે એ આજથી 800-900 વર્ષ પહેલા ઓબાઈદુલ્લા હસન કિરવાની નામના એક લીડરે પોતાની પુસ્તકમાં લખ્યું હતુ કે કેટલી મુર્ખામી ભરી વાત છે કે લોકો પોતાની બહેનો સાથે લગ્ન નથી કરી શકતા અને બીજાની બહેનો સાથે લગ્ન કરે છે. જ્યારે બહેન પોતાના ભાઈના નેચરને જાણે છે, તે જાણે છે પોતાના ભાઈને ગુસ્સો ક્યારે આવે છે અને ક્યારે તેનો ગુસ્સો શાંત થઈ જાય છે. આ સાથે તે સુંદર પણ છે અને હસીન પણ છે ત્યારે તે કેટલી મુર્ખામી ભરી વાત કહેવાય કે એક ભાઈ પોતાની જ બહેન સાથે લગ્ન ના કરી શકતો હોય અને બીજાની બહેન સાથે લગ્ન કરવા પડે છે અને પોતાની બહેનને કોઈ બીજાને સોંપી દે છે.
સમાજ ભલે ના પાડે પણ વાતમાં ખોટું શું છે?-મૌલાના
આ બાદ તે આગળ પણ કહે છે કે તે લીડર તેની પુસ્તકમાં આગળ લખે છે કે આપણી બહેન આપડા માટે ખાવાનું બનાવી શકે છે, માંથુ દબાવી શકે છે, પથારી કરી શકે છે , પરેશાનીઓમાં ધ્યાન આપી શકે છે તો પછી લગ્ન કરીને કેમ નથી રહી શકતી, જે બાદ કહે છે કે આપણી હસીન અને ખુબસુરત બહેનોને કોઈ બીજાનો સોંપી દો અને બીજાનો કચરો પોતાના ઘરે લઈ આવો છો. આ પછી તે તરત કહે છે આ બધુ બુદ્ધિનો ખોટો ફાયદો ઉઠાવવા બરાબર છે અને આટલુ કહેતા ફરી પોતાના અભિપ્રાય આપતા કહે છે કે સમાજ ભલે ના પાડતો હોય પણ દિમાગથી વિચારીએ તો તેણે શું ખોટી વાત કહી છે!
આ બાદ મૌલાના પોતાની વાતથી ફરી પાછો ફરી જતો દેખાય છે અને કહે છે કે આ બધુ ઈસ્લામમાં હરામ બરાબર છે જ્યારે પોતે જ કહી રહ્યો છે કે બુદ્ધિથી વીચારીએ તો ખોટું શું છે અને અંતે ઈસ્લામની વાત કરી વાતને ફેરવી દે છે. જેનો એ ઓફિસિયલ વીડિયો તમે યુટ્યુબ Jarjees ansari official પેજ પર જોઈ શકો છો.