ભારતીય લગ્નોમાં અલગ-અલગ વિધિઓ છે. આ દરમિયાન ઘણી મજાક મસ્તી પણ થાય છે અને જ્યારે જીજા અને સાળીની વાત આવે ત્યારે શું કહેવું. જીજા સાળીની મસ્તી સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળશે. આ વીડિયો પણ કંઈક આવો જ છે, જેને જોઈને ઘણા લોકો હસવાનું રોકી શક્યા નથી. વાસ્તવમાં, લગ્ન સમારોહ દરમિયાન, સાળીએ તેમના જીજાજીને એવી રીતે રસગુલ્લા ખવડાવ્યો કે વીડિયો વાયરલ થઈ ગયો. આ ક્લિપ 16 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પેજ ashiq.billota પરથી પોસ્ટ કરવામાં આવી હતી. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તેની પુષ્ટિ થઈ નથી.
આ ક્લિપમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર બેઠા છે. જ્યાં કેટલીક યુવતીઓ પણ હાજર છે. આ દરમિયાન એક યુવતી ધાર્મિક વિધિ માટે વરરાજાને રસગુલ્લા ખવડાવવા માંગે છે. પરંતુ વરરાજા ખૂબ જ સજાગ દેખાય છે. આવી સ્થિતિમાં, જ્યારે છોકરી વરરાજાના મોં પાસે રસગુલ્લો રાખે છે, ત્યારે તે તેનો હાથ પકડીને રસગુલ્લા ખાવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ દરમિયાન, છોકરી વરરાજા સમક્ષ રસગુલ્લાને ખાય જાય છે.
આ દ્રશ્ય જોઈને આસપાસ હાજર લોકો હસવા લાગે છે. આ ઈન્સ્ટાગ્રામ રીલને અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર વ્યુઝ અને 5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિએ લખ્યું કે તેણે ગજબ કર્યુ છે. લગ્ન પ્રસંગ પર આ પ્રકારે મસ્તી મજાક થતા હોય છે તમે એવા પણ વીડિયો જોયા હશે જેમાં ઘણા યુવકો પોતાના મિત્રના લગ્ન પર અજબ ગજબ ગીફ્ટ આપતા હોય છે કોઈ ખુલ્લા પૈસા આપે છે તો કોઈ વિવિધ વસ્તુ આપે છે.
સોશિયલ મીડિયા પર આમ તો ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ લોકોને ખાસ કરી ફની વીડિયો વધુ પસંદ આવે છે. ત્યારે લગ્ન પ્રસંગને લઈ ફની વીડિયો પણ ખુબ વાયરલ થતા હોય છે. આપણા દેશમાં લગ્ન પ્રસંગમાં ઘણા પ્રકારની વિધિઓ થતી હોય છે જેમા આ પ્રકારે રમુજ પણ જોવા મળતી હોય છે.