Kam Ni Vaat : PM Kisan Schemeના લાભાર્થીએ ઘરે બેઠા કેવી રીતે કરવું e-KYC, કેવી રીતે જાણી શકશો સ્ટેટસ, જાણો સરળ સ્ટેપ

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ(PM Kisan Scheme) યોજનાના ખાતામાં ઈ-કેવાયસી કરાવ્યું નથી તો તમને નહીં મળે આગામી હપ્તાનો લાભ

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:28 PM

ભારતને કૃષિપ્રધાન દેશ (Agricultural country) ગણવામાં આવે છે. ભારતના GDPમાં કૃષિનો ફાળો 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં નાના ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકારે (Central Government) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતો (Farmers) ના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય (Financial aid) આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ (Direct Benefit Transfer Scheme) દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે. આ મહિનામાં એટલે કે એપ્રિલમાં આ યોજનાનો 11મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Sanman Nidhi Yojana) ના ખાતામાં હજુ સુધી e-KYC નથી કર્યું,, તો તમને આગામી હપ્તાનો લાભ નહીં મળે.

આવી સ્થિતિમાં હવે તમારે તરત જ પીએમ કિસાન પોર્ટલ (PM Kisan Portal) પર જઈ અને તમારા એકાઉન્ટનું ઇ-કેવાયસી કરાવવું જોઈએ. મોબાઈલ કે લેપટોપની મદદથી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પોર્ટલ દ્વારા ઈ-કેવાયસી કરવાની રીત વિશે.

PM કિસાન યોજનામાં આ રીતે કરો KYC

PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે

  1. તમે પહેલા તેના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર ક્લિક કરો
  2. અહીં તમે આ પોર્ટલના હોમ પેજ પર ક્લિક કરો
  3. અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે
  4. અહીં આધાર નંબર દાખલ કરો
  5. આ પછી તમે Search પર ક્લિક કરશો તો તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે
  6. નંબર દાખલ કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે
  7. ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે
  8. આ OTP દાખલ કરો અને સબમિટ બટન દબાવો
  9. e-KYC યોગ્ય રીતે કર્યા બાદ તમને એક મેસેજ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે
  10. જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય તો e-KYC is already done એવો મેસેજ આવશે
  11. જો Invalidનો મેસેજ આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં સમજવું કે તમારા આધારની કોઈ માહિતી ખોટી છે
  12. સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારો કરાવો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરો
  13. ઈ-કેવાયસી કર્યા પછી 2000 રૂપિયાનો આગામી હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે

આ યોજના હેઠળ તમારું નામ અને યોજનાના લાભ અંગેના સ્ટેટસને જો તમે ચેક કરવા માંગતા હોવ તો તે પણ તમે સરળતાથી ચેક કરી શકો છો. તેના માટે..

આ રીતે સ્ટેટસ ચેક કરો

  1. સૌથી પહેલા તમારે pmkisan.gov.in વેબસાઈટ પર જવું પડશે
  2. આ વેબસાઇટની જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો
  3. હવે તમારે Beneficiary Status પર ક્લિક કરવાનું રહેશે
  4. તમારું સ્ટેટસ ચેક કરવા માટે તમારે આધાર નંબર, મોબાઈલ નંબર જેવી તમામ વિગતો ભરવાની રહેશે
  5. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમે સૂચિમાં તમારું નામ ચકાસી શકો છો

આ યોજનાના મળતા લાભ અંગે કોઈ પણ ફરીયાદ હોય તો તમે કેટલાક ટોલ ફ્રી અને હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો જેમાં..

ફરીયાદ માટે આ નંબરો પર ફરિયાદ કરો

– પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 1800-1155266
– પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
– પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 011-23382401
– PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
– પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
– ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

 

આ પણ વાંચો : Kam Ni Vaat: જનધન એકાઉન્ટથી આપ મેળવી શકો છો અનેક લાભ, જાણો કેવી રીતે ખોલાવશો એકાઉન્ટ, શું છે તેના ફાયદા

આ પણ વાંચો : Kam Ni Vaat: ઈન્ટરનેટ, સ્માર્ટફોન વગર જ હવે કરી શકશો UPI પેમેન્ટ, RBIએ લોન્ચ કરી નવી સર્વિસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">