Kam Ni Vaat: જનધન એકાઉન્ટથી આપ મેળવી શકો છો અનેક લાભ, જાણો કેવી રીતે ખોલાવશો એકાઉન્ટ, શું છે તેના ફાયદા

બેંક ખાતા (Bank account)માં સરકાર તરફથી અનેક ખાસ સુવિદ્યાઓ આપવામાં આવે છે. જો તમે પણ આ ખાતુ ખોલાવી રાખ્યુ છે કે પછી ખાતુ ખોલાવવાનો પ્લાન કરી રહ્યો છો તો જાણી લો આ એકાઉન્ટ વિશેની તમામ જરૂરી માહિતી.

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:57 PM

કેન્દ્ર સરકાર (Central Government) તરફથી જનધન ખાતા (JanDhan Account)ની સુવિધા ગ્રાહકોને આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને 7 વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે.. આ બેંક ખાતા (Bank account)માં સરકાર તરફથી અનેક ખાસ સુવિદ્યાઓ આપવામાં આવે છે. જો તમે પણ આ ખાતુ ખોલાવી રાખ્યુ છે કે પછી ખાતુ ખોલાવવાનો પ્લાન કરી રહ્યો છો તો જાણી લો આ એકાઉન્ટ વિશેની તમામ જરૂરી માહિતી.

સૌથી પહેલા વાત તમારા કામની એટલે કે તમને થતા લાભની કરીએ તો જનધન યોજના અનુસાર ખોલાયેલા ખાતામાં ગ્રાહકોને 11 લાભ મળે છે. આ ફાયદા કયા છે તે જાણી લો

આ છે જનધન એકાઉન્ટના ફાયદા

  1. જન ધન એકાઉન્ટમાં 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટ (Overdraft)ની સુવિધા મળે છે.
  2. 1 લાખ રૂપિયા સુધી એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ (Accidental insurance) કવર પ્રાપ્ત થાય છે.
  3. 30,000 રૂપિયા સુધી લાઈફ કવર જે લાભાર્થીના મોત પર યોગ્યતાની શરતો પૂરી થવા પર મળે છે.
  4. ડિપોઝિટ પર સારૂ વ્યાજ મળે છે.
  5. ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગ (Mobile banking)ની સુવિધા અપાય છે.
  6. જનધન ખાતુ ખોલનારાને રૂપે ડેબિટ કાર્ડ અપાય છે, જેનાથી તેઓ રૂપિયા વિડ્રો કરી શકે છે અથવા ખરીદી પણ કરી શકે છે.
  7. જનધન ખાતાની મદદથી વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવાનું સરળ રહે છે.
  8. જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતુ ખોલી શકાશે.
  9. દેશભરમાં રૂપિયા ટ્રાન્સફરની સુવિધા મળે છે.
  10. સરકારી યોજનાનો ફાયદો સીધો આ ખાતામાં મળે છે.

હવે તમે તેના ફાયદા જાણો, જો આ ખાતુ ખોલાવવા માંગતા હોય તો જાણી લો ક્યાં અને કેવી રીતે આ યોજના અંતર્ગત ખાતુ ખોલાવી શકાશે.

ક્યાં ખોલી શકાશે જનધન ખાતુ?

જનધન યોજનામાં ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટઓફિસ અને રાષ્ટ્રીય બેંકોમાં ખોલી શકાય છે.
મહત્વની વાત એ છે કે આ એકાઉન્ટની સાથે સુવિધાઓનો લાભ તેમને જ મળશે, જેમનું ખાતું આધાર સાથે લિંક હશે.

હવે જાણો કે તમે કેવી રીતે આ યોજના અંતર્ગત ખાતુ ખોલાવી શકો છો.

આ રીતે ખોલી શકાશે જન ધન એકાઉન્ટ્સ

  1. જો તમે નવું જનધન ખાતું ખોલવા ઈચ્છો છો તો તમે  નજીકની બેંકમાં જઈને તમારે આ યોજનાનું એક ફોર્મ ભરવાનું રહેશે.
  2. તેમાં નામ, ફોન નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજદારનું સરનામું, નોમિનીનું નામ લખવાનું રહેશે.
  3. આ ઉપરાંત ફોર્મમાં વ્યવસાય અને રોજગાર સાથે આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ, ગામનો કોડ અને શહેરનો કોડ પણ જાહેર કરવાનો રહેશે.

PMJD ખાતુ ખોલવા જોઈશે આ ડોક્યૂમેન્ટ્સ

  1. આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ
  2. NREGA જોબ કાર્ડ, ઓથોરિટીનો લેટર, જેમાં નામ, સરનામું અને આધાર નંબર હોય
  3. ગેઝેટેડ ઓફિસર દ્વારા જાહેર કરાયેલો ફોટોવાળો એટેસ્ટેડ લેટર આપે ફોર્મ સાથે જોડવો પડશે.

જો તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માગતા હોય તો તમે ઘરે બેઠા બસ એક મિસ્ડ કોલ (Missed Call) દ્વારા તેની જાણકારી લઈ શકો છો.

મિસ્ડ કોલ દ્વારા જાણી શકો છો બેલેન્સ

જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જન ધન એકાઉન્ટ છે તો મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણી શકો છો
– બેલેન્સ જાણવા માટે 1800-4253800 અથવા તો 1800-112211 નંબર પર મિસ્ડ કોલ કરો
– ગ્રાહક ધ્યાન આપે કે, તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ મિસ્ડ કોલ કરવાનો છે.

 

આ પણ વાંચો : Kam Ni Vaat: ઈન્ટરનેટ, સ્માર્ટફોન વગર જ હવે કરી શકશો UPI પેમેન્ટ, RBIએ લોન્ચ કરી નવી સર્વિસ

આ પણ વાંચો : Kam Ni Vaat: જો તમારી પાસે એકથી વધારે બેંક અકાઉન્ટ હોય તો થઈ જજો સાવધાન, વધુ બેન્ક અકાઉન્ટ બની શકે છે નુકસાનકારક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">