Kam Ni Vaat: ઈન્ટરનેટ, સ્માર્ટફોન વગર જ હવે કરી શકશો UPI પેમેન્ટ, RBIએ લોન્ચ કરી નવી સર્વિસ

ડિજિટલ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની જરૂર પણ નહીં પડે. હવે તમે ફીચર ફોનથી ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો છો.

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:57 PM

દેશના કરોડો ફીચર ફોન (Feature phone) યુઝર્સ માટે એક ખુશીના સમાચાર છે. હવે ડિજિટલ પેમેન્ટ (Digital payment) કરવા માટે સ્માર્ટફોન (Smartphone) અને ઈન્ટરનેટ (Internet)ની જરૂર પણ નહીં પડે. હવે તમે ફીચર ફોનથી ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો છો. આરબીઆઈ (Reserve Bank of India) ની આ નવી સર્વિસથી સૌથી વધુ ફાયદો ગ્રામીણ ભારતને મળશે.

તમે કલ્પના કરો કે તમે એવા સ્થળ પર છો જ્યાં ઈન્ટરનેટ નથી અને તમારી પાસે પેમેન્ટ (Payment) કરવા માટે રોકડ રકમ (Cash amount) પણ નથી. એવામાં તમે કોઈ પણ પ્રકારની સમસ્યા વિના ઓછા કવરેજ નેટવર્કની સાથે પેમેન્ટ કરી શકો છો. ભારત ડિઝિટલ પેમેન્ટ સેગમેન્ટ (Digital payment segment)માં મોટાભાગના દેશથી આગળ છે. UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસે (Unified Payments Interface) આ ગ્રોથને વધારવામાં મદદ કરી છે. અનેક મામલામાં રોકડથી પેમેન્ટ કરવાના બદલે આ રીતે પેમેન્ટ કરવું ખૂબ સરળ છે. જોકે, પેમેન્ટ કરવા માટે તેને એક એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે.

RBIએ લોન્ચ કરી નવી પેમેન્ટ સર્વિસ

  1. ફોનના માધ્યમથી USSD કોડનો ઉપયોગ કરીને ઓનલાઈન મોડમાં UPIનો ઉપયોગ કરી શકો છો.
  2. ખાસ કરીને 99# સેવા તમામ મોબાઈલ યુઝર્સ (Mobile users) માટે શરૂ કરવામાં આવી હતી.
  3. આ સેવા સ્માર્ટફોન અને ફિચર ફોન બંન્નેને સપોર્ટ કરે છે.
  4. જો કે યુપીઆઈ પેમેન્ટ કરવા માટે ફોન નંબર તમારા બેન્ક એકાઉન્ટ (Bank account) સાથે લિંક હોવો જોઇએ.

સ્માર્ટફોન યુઝર્સ માટે ઓફલાઈન UPI વધુ જરૂરી નથી કારણ કે UPI એપ્સ (UPI apps) જેવા કે ફોન પે (Phone Pay) , ગુગલ પે (Google Pay) વગેરેનો ઉપયોગ કરી શકો છો. જોકે ફીચર ફોન યુઝર્સ UPIનો ઉપયોગ કરવા માટે 99#,, USSD કોડનો લાભ ઉઠાવી શકે છે. સાથે જ આ ફીચર ઈન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહેલા સ્માર્ટફોન યુઝર્સ માટે સારું છે..

ઈન્ટરનેટ વિના કે ફિચર ફોનથી આ રીતે કરો પેમેન્ટ

  1.  સૌ પ્રથમ પોતાના ફોનમાં કીપેડથી 99# ટાઇપ કરો અને કોલ કરો.
  2.  બાદમાં તમારી સામે અનેક ઓપ્શન આવશે.
  3.  પ્રથમ ઓપ્શન “Send Money” હશે તો એક ડાયલ કરો.
  4.  હવે તમને પૂછવામાં આવશે કે તમે પૈસા ક્યાં અને કેટલા મોકલવા માંગો છો.
  5.  જેમ કે મોબાઇલ નંબર, UPI ID પર, IFSC કોડથી કે પછી કોઇ અગાઉથી સેવ બેનિફિશરીને.
  6.  હવે આમાંથી કોઈ ઓપ્શન સિલેક્ટ કરીને ડિટેઇલ્સ ભરી દો અને સેન્ડ પર ટેપ કરી દો.
  7.  હવે રકમ નાંખો અને સેન્ડ કરી દો.
  8.  હવે રિમાર્ક નાંખશો એટલે તમને UPI પીન પૂછશે.
  9.  તેના ટેપ કરો અને અને UPI પિન મોકલશો એટલે પેમેન્ટ થઇ જશે.

આ પણ વાંચો : Kam Ni Vaat : અભ્યાસ માટે લોનની જરૂર છે? તો જાણો પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના વિશે

આ પણ વાંચો : Kam-Ni-Vaat: શું તમે કોઈ વેપાર ધંધો શરૂ કરવા કે વધારવા માંગો છો ? સરકાર તેના માટે સરળતાથી આપે છે લોન

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">