છોકરીના સ્ટંટના ચક્કરમાં તેના બોય ફ્રેન્ડના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને લોકો બોલ્યા…ઉપ્સ…

આ વીડિયો 35 હજારથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે એજ કારણ છે કે 140 લોકોએ તેને પોતાની ફીડ પર શેયર કર્યો છે.

છોકરીના સ્ટંટના ચક્કરમાં તેના બોય ફ્રેન્ડના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને લોકો બોલ્યા...ઉપ્સ...

સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ જવા માટે લોકો અજીબો ગરીબ વસ્તુઓ કરે છે. કોઈ લોકોને હસાવા માટે કોમેડી વીડિયો બનાવે છે તો કેટલાક લોકો સ્ટંટ અથવા તો પ્રેન્કના વીડિયોઝ અપલોડ કરે છે. તેવામાં હાલ એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં છોકરીના સ્ટંટના ચક્કરમાં તેના બોય ફ્રેન્ડના હાલ ખરાબ થઈ જાય છે. છોકરીને લાગે છે કે તે જે પણ કરી રહી છે તેમાં તે પોતાનું 100 ટકા આપશે, પરંતુ અંતમાં એવું નથી થતુ.

 

વાયરલ વીડિયોમાં કાળા ચશ્મા પહેરેલો છોકરો ખુરશી પર આડો પડેલો જોવા મળે છે. દરમિયાન ગર્લફ્રેન્ડ તેના માથા પર પાણી ભરેલી બોટલ પકડે છે. તે પછી કેમેરા તરફ ઈશારો કરીને ભાગી જાય છે. ત્યાં જમીન પર એક ફૂટબોલ પડેલો છે, જેને કીક કરીને છોકરી તેના બોયફ્રેન્ડના માથા પર રાખેલી બોટલને પાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ત્યારબાદ જે થયુ તે કદાચ જ તેના બોયફ્રેન્ડે વિચાર્યુ હશે. આ બોલ સીધો છોકરાના મોઢા પર જઈને વાગે છે.

 

 

ટ્વીટર પર 10 સેકન્ડના આ વીડિયોને @HldMyBeer34 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યુ છે કે, શી શૂટ્સ, શી સ્કોર્સ. સાથે જ હેરાન થયેલી ઈમોજી પણ લગાવેલી છે. આ વીડિયો 35 હજારથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે એજ કારણ છે કે 140 લોકોએ તેને પોતાની ફીડ પર શેયર કર્યો છે.

 

આ વાયરલ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યુ કે બોટલ તો ફક્ત એક બહાનું હતુ તો બીજા યૂઝરે લખ્યુ કે બોય ફ્રેન્ડે સનગ્લાસિસ કેમ ન હટાવ્યા તો અન્ય એક યૂઝરે સવાલ કર્યો કે આવી છોકરી ક્યાંથી મળે છે.

 

આ પણ વાંચો – સોલા સિવિલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં ત્રણ દિવસ બાદ પણ પોલીસને કોઇ નક્કર પગેરું ના મળ્યું

 

આ પણ વાંચો –Tokyo Paralympics: પ્રમોદ ભગતે ભારતને અપાવ્યો બૈડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ, મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ

 

આ પણ વાંચો –Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં

Click on your DTH Provider to Add TV9 Gujarati