Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. લગ્નની વિધિથી લઈને ડાન્સ ઈન્ટરનેટ પર કન્ટેન્ટ પુરુ પાડે છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા ઘોડી પર ચઢીને નોટ ઉડાડતા જોવા મળે છે. પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે.જે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે લગ્નમાં વરરાજા (Groom) ખુબ ખુશીથી ઘોડા પર ચઢે છે અને તેની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉભા છે. ઘોડી પર બેઠેલા વરરાજા ઉત્સાહમાં આવીને ડાન્સ કરવા લાગે છે અને નોટો ઉડાડતા જોવા મળે છે, પરંતુ બીજી જ ક્ષણે તેનુ બેલેન્સ (Balance) ખોરવાઈ જાય છે અને વરરાજા ઘોડી પરથી નીચે પડી જાય છે. વરરાજાની આ હાલત જોઈને જાનૈયા પણ હસતા જોવા મળી રહ્યા છે.
જુઓ વીડિયો
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર horse_of_kathiyawad1 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ રમુજી વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે લગ્નમાં આટલો બધો ઉત્સાહ સારો નહીં. જ્યારે અન્ય એક યુઝર્સ (Users) લખ્યુ કે વરરાજાએ તો ભારે કરી! જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video : આ ડ્રાઈવરે અજીબો ગરીબ રીતે રિક્ષા ચલાવીને બનાવ્યો રેકોર્ડ ! જોઈને લોકોએ કહ્યુ ” યે તો હેવી ડ્રાઈવર હૈ”