Video : આ છોકરાએ ડોગી સાથે કર્યુ ફૂડ ચેલેન્જ ! આ અનોખી ચેલેન્જે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
શું તમે ક્યારેય માણસ અને પ્રાણીને એકબીજા સાથે ફૂડ ચેલેન્જ કરતા જોયા છે ? આજકાલ આવો જ એક ફની ફૂડ ચેલેન્જ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
Funny Video : જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં એક્ટિવ છો, તો તમે ફૂડ ચેલેન્જ સંબંધિત ઘણા પ્રકારના વીડિયો જોયા જ હશે. પરંતુ શું તમે ક્યારેય માણસ અને પ્રાણીને એકબીજા સાથે ફૂડ ચેલેન્જ (Food Challenge) કરતા જોયા છે ? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ પોતાના પાલતુ કૂતરા સાથે ફૂડ ચેલેન્જ કરતો જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
ફૂડ ચેલેન્જમાં કંઈક આવુ થયુ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક માણસ અને એક કૂતરો (Dog) ટેબલ પર નૂડલ્સની પ્લેટ લઈને બેઠેલા જોવા મળે છે. બંનેના હાવભાવ જોઈને લાગે છે કે બંને એકબીજાને હરાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. દેખીતી રીતે, આ ચેલેન્જમાં કૂતરો જ જીતશે અને બરાબર એવું જ થયું. પરંતુ તે બાદ જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે.
જુઓ વીડિયો
— curt (@akaCurt) November 21, 2021
આ ફૂડ ચેલેન્જે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે કૂતરો માલિકની પ્લેટમાંથી નૂડલ્સ (Noodles) લેવાનું શરૂ કરે છે ત્યારે આ છોકરો નુડ્લ્સને કાપતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો. તમને જણાવી દઈએ કે, આ ફની વીડિયો @akaCurt નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 72 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને 22 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંઘાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ (Funny Comment) કરતા લખ્યુ કે, કુતરો તો બહુ લાલચી નીકળ્યો.. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ ફૂડ ચેલેન્જ જોઈને હું દંગ રહી ગયો. આ સિવાય અન્ય યુઝર્સ પણ આ ફૂડ ચેલેન્જ પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.
આ પણ વાંચો: ના હોય ! વાંદરોઓ પણ કોલ્ડ ડ્રિંક્સના શોખીન, Video જોઈને યુઝર્સ કહ્યુ ” આપણા વંશજો”