Viral Video: શું દિવસો આવ્યા છે..? કૂતરાએ આવી રીતે કરી વાઘની હાલત ખરાબ

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર meemlogy નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Viral Video: શું દિવસો આવ્યા છે..? કૂતરાએ આવી રીતે કરી વાઘની હાલત ખરાબ
dog attacks on a tiger
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 9:44 AM

સિંહ (Lion) અને વાઘ જેવા પ્રાણીઓ પૃથ્વી પરના સૌથી ખતરનાક પ્રાણીઓ છે. જંગલી પ્રાણીઓ પણ તેમની સાથે ફસાઈ જવાની ભૂલ કરતા નથી, તો પછી માણસોનું શું? માણસોને તો તે એક ક્ષણમાં ચીરી-ફાડી દે. આ એવા પ્રાણીઓ (Animal) છે, જેનાથી મનુષ્યોને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેઓને ભરોસો નથી કે તેઓ ક્યારે માણસો પર હુમલો કરશે.

આ જંગલી પ્રાણીઓ છે અને જંગલોમાં જ ઠીક છે, નહીં તો માણસોની વસાહતોમાં આવશે તો લોકોનું જીવન મુશ્કેલ બની જશે. ખાસ કરીને વાઘની (Tigers) વાત કરીએ તો ઘણી વખત તેઓ માનવ વસાહતમાં ઘૂસીને લોકો પર હુમલો કરતા જોવા મળ્યા છે. વાઘને લગતા વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખરેખર આ વીડિયોમાં એક કૂતરાએ વાઘની હાલત બગાડી છે અને તે પણ જ્યારે સામે સિંહ પણ બેઠો છે. પણ કૂતરો કોઈથી ડરતો નથી. તે વાઘ સાથે એવી રીતે લડાઈ કરે છે કે જાણે તે તેના જેવો જ હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કૂતરાએ વાઘનું મોં પકડી લીધું છે, જેનાથી છુટકારો મેળવવા માટે વાઘને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આમાં આશ્ચર્યની વાત એ છે કે કૂતરો તેની પાછળ પડ્યો છે અને તેના મોં પર બટકા ભરી રહ્યો છે. તેને કદાચ ખબર નથી કે જો વાઘ પોતાની જાત પર આવી જાય તો તે કૂતરાનું કામ એક જ ઝાટકે કરી દેશે, પણ તે કંઈ કરી શકતો નથી. તે જ સમયે, સિંહ આનંદ સાથે બેસીને આ નજારો માણી રહ્યો છે અને બાદમાં તે કૂતરાનો સાથી પણ બની જાય છે. તે વાઘ સાથેની લડાઈમાં પણ ઉતરી જાય છે.

વીડિયો જુઓ….

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર meemlogy નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 1 લાખ 98 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. એક યુઝરે મજાકમાં લખ્યું છે કે, ‘તમારા વિસ્તારમાં કૂતરો પણ સિંહ છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘ક્યા ટાઈગર બનેગા રે તુ’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે પણ ફની કોમેન્ટ્સ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">