Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોવા મળે છે. કેટલીક એવી વસ્તુઓ જોવા મળે છે જે જોઈ દિલ ખુશ થઈ જતું હોય છે. હવે પિતા અને પુત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખરેખર ખૂબ જ સુંદર છે.

Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો
Daughter Father Cute Moment (Viral Video Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 9:16 AM

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો આશ્ચર્યજનક છે અને કેટલાક ફની પણ છે. એવી ઘણી ક્ષણો હોય છે જ્યારે પિતા તેની પુત્રીની પડખે ઊભા હોય છે અને ગર્વ અનુભવે છે. પિતા અને પુત્રીનું બંધન ખૂબ જ સુંદર હોય છે. હવે ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે આવા વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક દીકરી તેના પિતા સાથે જોવા મળી રહી છે. વીડિયો ( Cute Viral Video)માં દીકરી તેના પિતાનો મેકઅપ કરી રહી છે.

અહીં મુસ્લિમ છોકરીઓ અન્ય ધર્મના લોકો સાથે કરી શકે છે લગ્ન...
દુનિયામાં ગમે ત્યાં નોકરી મેળવવી છે સરળ, આ 5 ભાષાઓ શીખી લો
Jio Recharge Plan: 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં દરરોજ મળશે 2GB ડેટા
Bunker Raid : નક્સલીઓનું બંકર અંદરથી કેવું હોય છે?
Kitchen Vastu Tips: રસોડામાં કાળો પથ્થર મૂકવામાં આવે તો શું થાય છે?
બાળકો પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો કયા સંકેતો દેખાય છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીકરી તેના પિતાને તૈયાર કરી રહી છે. જોઈને અંદાજ લગાવી શકાય છે કે દીકરીની ઉંમર ઘણી નાની છે અને તે તેના પિતાને પણ ખૂબ પ્રેમ કરે છે. વીડિયો(Father and Daughter)માં દીકરી પહેલા તેના પિતાને લિપસ્ટિક લગાવી રહી છે, ત્યારબાદ તે તેના પિતા સાથે વાતો પણ કરે છે. વીડિયોમાં બંનેનું સુંદર બોન્ડ દેખાઈ રહ્યું છે અને લોકો તેમની લાઈક્સ અને કમેન્ટ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

દીકરીએ કર્યો પિતાનો મેક-અપ, જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે વિજયકુમાર IPS નામના પેજ પર તમામ વીડિયો જોઈ શકો છો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- દીકરી અને બાળકો બધી ખુશીઓ લાવે છે. મારી સાથે મારી દીકરી નીલા.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો રીટ્વીટ અને લાખો વ્યૂઝ મળ્યા છે. લોકો વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોતાના રિએક્શન શેર કરીને પણ પ્રેમ વરસાવી રહ્યા છે.

લોકોના રિએક્શન વિશે વાત કરીએ તો એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- દીકરી અને પિતાની જોડી ખૂબ જ શાનદાર છે. અન્ય એક યુઝરે લખ્યું- આ વીડિયો ખરેખર ક્યૂટ છે, આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે.

ત્રીજા યૂઝરે લખ્યું- સર, મારી દીકરી રોજ મારી સાથે આવું કરે છે અને જો હું તેની સાથે સમય વિતાવતો નથી તો તેને ખૂબ ગુસ્સો આવે છે. ત્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે હાર્ટ ઈમોજી શેર કરીને ઘણો પ્રેમ વરસાવ્યો છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર, ભારતીય કેરીનો રાજા હાફુસ આ વર્ષ અમેરિકામાં થઈ શકશે એક્સપોર્ટ

આ પણ વાંચો: Mobile Phone Tips: મોબાઈલની બેટરી લાઈફને વધારવા અપનાવો આ પાંચ રીત, નહીં કરવો પડે વારંવાર ફોન ચાર્જ

g clip-path="url(#clip0_868_265)">