Viral Video: કૂતરાએ કર્યું શાનદાર સ્કેટિંગ, લોકો બોલ્યા જોઈને દિલ ખુશ થઈ ગયું
કૂતરાને સ્કેટબોર્ડ એટલું ગમ્યું કે તે ઉપરથી ઉતરવાનું નામ પણ નથી લેતું. આ એક ખૂબ જ ફની વીડિયો છે, જેને IAS ઓફિસર ડૉ. એમવી રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
સ્કેટિંગ એ બાળકોનો ખેલ નથી. આ માટે સખત મહેનત કરવી પડે છે. પરંતુ આજકાલ નાના બાળકો અદભૂત સ્કેટિંગ કરતા જોવા મળે છે, જે જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. સમગ્ર વિશ્વમાં સ્કેટિંગ સ્પર્ધાઓ પણ યોજાય છે, જે જોવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને નાના બાળકોને સ્કેટિંગ કરતા જોવાનું ખૂબ જ રોમાંચક છે.
તેમને જોઈને તમે વિચારતા હશો કે આવા નાના બાળકો આ કેવી રીતે કરે છે. ત્યારે શું તમે ક્યારેય કૂતરાને સ્કેટિંગ કરતા જોયા છે? જી હા, આજકાલ એક એવો જ ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો ખૂબ જ મોજ સાથે સ્કેટિંગ કરતો જોવા મળે છે.
વીડિયો(Funny Videos)માં તમે જોઈ શકો છો કે કૂતરો પહેલા આજુબાજુ જુએ છે અને પછી ધીમે ધીમે સ્કેટબોર્ડ પર ચઢે છે અને પડ્યા વગર સીડી પરથી નીચે આવે છે. આ રીતે સ્કેટિંગ કરતી વખતે તે ઘણો આગળ વધે છે.
ઢાળ હોવાથી તેને આગળ વધવામાં કોઈ તકલીફ પડતી નથી. જો કે સામાન્ય રીતે લોકોએ સ્કેટબોર્ડને આગળ ધકેલવા માટે પગ વડે બળ લગાવું પડે છે, પરંતુ કૂતરા સાથે આ કોઈ સમસ્યા નહોતી. તે આરામથી મસ્તીમાં સ્કેટબોર્ડ પર ચઢે છે અને આગળ વધે છે.
Here is my Skating Guru 🥰@pareekhjain pic.twitter.com/yRWDLoFa11
— Dr. M V Rao, IAS (@mvraoforindia) January 11, 2022
કૂતરાને એ સ્કેટબોર્ડ એટલું ગમી ગયું કે તે ઉપરથી ઉતરવાનું નામ પણ નથી લઈ રહ્યો. આ એક ખૂબ જ ફની વીડિયો (Funny Viral Videos) છે, જેને IAS ઓફિસર ડૉ. એમવી રાવે પોતાના ટ્વિટર (Twitter)હેન્ડલ પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘યે રહે મેરે સ્કેટિંગ ગુરુ’.
આ ફની વીડિયોને અત્યાર સુધીમાં 1 હજાર વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયો (Amazing Viral Videos)ને લાઈક પણ કર્યો છે અને ઘણા લોકોએ આ વીડિયો (Dog Funny videos)ની કોમેન્ટ્સ અને પ્રશંસા પણ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો (Dog Funny Viral Videos)ને ખૂબ જ શાનદાર ગણાવ્યો છે.
જો કે સોશિયલ મીડિયા પર કૂતરા સાથે જોડાયેલા વીડિયો (Dog Viral Videos) અવારનવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વીડિયો એકદમ અલગ અને ખૂબ જ ફની પણ છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.
આ પણ વાંચો: ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની સફળતા બાદ આયુષ્માન ખુરાનાએ ખરીદ્યો નવો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડનું છે ઘર
આ પણ વાંચો: SEBI ગ્રેડ A ઓફિસરની 120 જગ્યાઓ માટે કરશે ભરતી, આ રીતે કરો અરજી